Main Menu

પાલિતાણાના બગીચામાં ભીલવાસ શાળાના બાળકોની સ્વચ્છતા ઝુંબેશ

પાલિતાણા પાવકવન બગીચાની બાજુમાં આવેલી ભીલવાસ પ્રાથમિક શાળાના આચાર્ય ધામેલિયા સંજયભાઈ આર., પ્રાથમિક શાળાના શિક્ષકો તથા શાળાના બાળકો દ્વારા ફોરેસ્ટ અધિકારી હસ્તમખાન ડી.બલોચને રૃબરૃ મળી સ્વચ્છતાના વિષયને ધ્યાન લઈ પાવકવનમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતુ. સહકાર ભાવના સમાજ સેવા સ્વચ્છતાના ગુણનો વિકાસ થાય. તથા પ્રવૃત્તિને પણ સ્વચ્છ રાખી શકાય તે માટે પાવકવન બગીચાને ઘણા વર્ષો બાદ સામુહિક સ્વચ્છતા અભિયાનના ધોરણે સાધન સામગ્રી સાથે બાળકો તથા અધિકારીઓ, શિક્ષકો દ્વારા સફાઈ કામકાજની ઝુંબેશ ઉપાડી હતી.

બગીચામાંથી પ્લાસ્ટીકની બોટલ, પ્લાસ્ટીક રેપર, ગ્લાસ, રબ્બર જેવા નકામા કચરા દૂર કરાયા હતા.