Main Menu

ગીર સોમનાથ : આરોગ્ય વિભાગના રેસ્ટોરન્ટ-મીઠાઇની સહિત 10 સ્થળો પર દરોડો

ગીર સોમનાથના વેરાવળમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેસ્ટોરન્ટ અને મીઠાઇઓની દુકાનો સહિત 10 સ્થળો  પર દરોડા પાડ્યા હતા. જેમાં નામાંકિત સાગર રેસ્ટોરન્ટમાંથી મોટી માત્રામાં અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી.

જે તમામ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ રેસ્ટોરન્ટ સંચાલક કર્મચારીઓને છોડી નાશી છૂટ્યા હતા.