Main Menu

બી.એસ.એફની મહિલા બાઈકર્સે રાજપથ પર પહેલીવાર સ્ટંટ દર્શાવી રચ્યો ઈતિહાસ

આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સની મહિલા બાઈકર્સે ઈતિહાસ રચી દીધો. ફોર્સની 113 મહિલાઓએ બાઈક્સ પર 16 પ્રકારનાં આશ્ચર્યજનક સ્ટંટ અને એક્રોબેટિક્સ દેખાડ્યાં. BSFની આ મહિલા ટુકડીને સીમા ભવાની નામ આપવામાં આવ્યું છે. આ વખતે રિપબ્લિક ડે પરેડ દરમિયાન રાજપથ પર BSF સહિત કુલ 6 માર્ચિગ ટીમમાં વુમન પાવર નજરે પડી હતી.

મહિલા ટુકડીએ રચ્યો ઈતિહાસ

– BSFએ ઓક્ટોબર, 2016માં ઓલ વુમન બાઈકર્સ કેન્ટિજેન્ટ બનાવ્યાં હતા. જેઓએ ગણતંત્ર દિવસ પરેડમાં પહેલી વખત ભાગ લીધો. આ બાઈકર્સની ઉંમર 25થી 30ની વચ્ચે છે. તેમની ટ્રેનિંગ ટેકનપુરમાં થઈ હતી.
– પરેડમાં 51 મહિલાઓએ બાઈક રાઈડિંગ કરી અને તેમના સહિત કુલ 106 મહિલાઓએ ડેરડેવિલ્સ ટીમે 350 સીસીની 26 રોયલ એનફિલ્ડ બુલેટ મોટર સાયકલ પર સ્ટંટ અને એક્રોબેટિક્સ રજૂ કર્યાં.
– આ સ્ટંટ્સમાં પિરામિડ, ફિશ રાઈડિંગ, શક્તિમાન, વિન્ડ મિલ અને બુલ ફાઈટિંગ સામેલ હતા. જેઓએ ફ્લોરલ ટ્રિબ્યુટ, સાઈડ સેલ્યુટિંગ આપી. મોર જેવી આકૃતિ પણ બનાવી હતી. એક સ્ટંટમાં બાઈકર્સ ભારતનો નકશો બાઈક પર દેખાડતાં નજરે પડી હતી.વધુ એક સ્ટંટમાં 6 બાઈક્સ પર ત્રિરંગો લહેરાવી પરેડ કર્યું હતું.