Main Menu

પ્રજાસતાક દિન : જાણો. ભારતીય તિરંગાનો રસપ્રદ ઈતિહાસ

આજે ૨૬ જાન્યુઆરીએ આખો દેશ ૬૯ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. ૨૬ જાન્યુઆરીના દિવસે દરેક ભારતીય તિરંગાને સમ્માન આપે છે. દરેક જગ્યાએ તિરંગો લહેરવામાં આવે છે. દરેક ભારતીયને પોતાના જીવ કરતા પણ વધારે તિરંગો વ્હાલો હોય છે. આજે અમે તમને જણાવીશું તિરંગાનો ઈતિહાસ..

7 ઓગસ્ટ 1906 ના રોજ કલકત્તાના પારસી બાગાન ચોકમાં પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજને લાલ, પીળા અને લીલા રંગની પટ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો. પીળી પટ્ટી પર વંદેમાતરમ લખ્યું હતું. ૭ ઓગસ્ટ ૧૯૦૬ ના રોજ પારસી બાગાન ચોક કલકત્તામાં આ ધ્વજ કોંગ્રેસના અધિવેશનમાં ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજમાં ઉપરની લીલી પટ્ટીમાં આઠ કમળ હતા. વચ્ચે પીળી પટ્ટીમાં વંદેમાતરમ લખ્યું હતું અને નીચેની લાલ પટ્ટીમાં સૂર્ય અને ચંદ્ર હતો.

દ્વિતિય ધ્વજને પેરિસમાં મેડમ કામા અને 1907માં તેમની સાથે દેશનિકાલ કરાયેલા કેટલાક ક્રાંતિકારીઓ દ્વારા લહેરાવવામાં આવ્યો હતો. કેટલાક લોકોની માન્યતા છે કે, બીજો ધ્વજ પણ પહેલા ધ્વજ જેવો જ હતો. સિવાય કે તેમાં સૌથી ઉપરની પટ્ટી પર માત્ર એક કમળ હતું પરંતુ સાત તારા સપ્તઋષીને દર્શાવે છે.

1917માં ત્રીજો ધ્વજ આવ્યો હતો. ડૉ. એની બેસન્ટ અને લોકમાન્ય ટિળકે એક ઘરેલું શાસન આંદોલન દરમિયાન તેને લહેરાવ્યો હતો. આ ધ્વજમાં ૫ લાલ અને ૪ લીલી પટ્ટીઓ હતી. સપ્તઋષીના અભિવિન્યાસમાં તેની પર બનેલા સાત સિતારા હતા. ડાબી બાજુ અને ઉપરના કિનારા પર યૂનિયન જેક હતો. એક ખૂણામાં સફેદ અર્ધચંદ્ર અને સિતારો પણ હતો.

૧૯૨૧ માં લીલા અને લાલ રંગના ધ્વજને બિન સત્તાવાર રૂપે માન્યતા આપવામાં આવી હતી. આ ધ્વજમાં લીલા અને લાલ રંગની સાથે એક મોટો ચરખો પણ હતો. કોંગ્રેસના સત્ર બેજવાડામાં તેને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આંધ્ર પ્રદેશના એક યુવકે એક ઝંડો બનાવ્યો અને ગાંધીજીને આપ્યો હતો. તે બે રંગોનો બનેલો હતો જે બે પ્રમુખ સમુદાય હિન્દુ અને મુસ્લિમ નું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીજીનું સૂચન હતું કે, ભારતના શેષ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમાં એક સફેદ પટ્ટી અને રાષ્ટ્રની પ્રગતિનો સંકેત આપવા માટે એક ચાલતો ચરખો હોવો જોઇએ.

વર્ષ ૧૯૩૧ તિરંગાના ઈતિહાસનું એક મહત્વપૂર્ણ વર્ષ છે. તિરંગાને ભારતના રાષ્ટ્રીય ધ્વજના રુપમાં અપનાવવા માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો અને તેને રાષ્ટ્ર-ધ્વજના રૂપમાં માન્યતા મળી. આ ધ્વજ કેસરી, સફેદ અને મધ્યમાં ગાંધીજીના ચાલતા ચરખા સાથે હતો. તેમજ તે પણ સ્પષ્ટરૂપથી બતાવવામાં આવ્યું કે તેનું કોઇ સાંપ્રદાયિક મહત્વ હશે નહિ.

22 જુલાઇ 1947ના રોજ સંવિધાન સભાએ વર્તમાન ધ્વજને ભારતના રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં અપનાવ્યો. આઝાદી મળ્યા પછી આ ધ્વજનો રંગ અને તેનું મહત્વ બની રહ્યું. પરંતુ ધ્વજમાં ચાલતા ચરખાના સ્થાને સમ્રાટ અશોકના ચક્રને સ્થાન આપવામાં આવ્યું. આ પ્રકારે કોંગ્રેસ પાર્ટીનો તિરંગો સ્વતંત્ર ભારતનો તિરંગો બનાવવામાં આવ્યો.