Main Menu

દરિયા કાંઠાની જાફરાબાદ પાલિકા છે ભાજપના કબ્જામાં…ભાજપ-કોગ્રેસના પ્રમુખોની જાફરાબાદ પાલિકા કબ્જે કરવાની આ વખતની શુ છે રણનીતિ…જુઓ અહેવાલ

અમરેલી જીલ્લાના દરિયા કાંઠે વસેલું જાફરાબાદ ગામ…. જાફરાબાદ માં વધુ પડતી વસ્તી ખારવા, કોળી અને લઘુમતી સમુદાયની છે અને મોટાભાગના લોકો માછીમારી સાથે સંકાલાયેલા છે જાફરાબાદ ના બંદર ચોક થી લઈને પાલિકા પોલીસ મથક સ્કૂલો રોડ રસ્તાઓ રળિયામણા જોવા મળે છે જાફરાબાદ દરિયા કાંઠે બે ભાગમાં લોકો વસે છે દરિયા ની સામે કાંઠાના ગણાતા વિસ્તારમાં હજુ ગંદકી કચરો જ્યા ત્યાં જોવા મળે છે ખાડા ખાબોચિયા પાણીથી ગંદકી ભર્યા છે પણ જાફરાબાદ વાસીઓને પાલિકા સતાધીશો સામે રોષ પણ વધુ જોવા મળે છે.રોડ રસ્તાને ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે દરિયા કાંઠાનું ગામ હોવા છતાં પીવાના પાણીની સમસ્યા વધુ હોવાનો મત સ્થાનિક કરી રહ્યા છે.દિયા કાંઠાનું ગામ છે સ્વચ્છતા નથી પાણી નથી માટે હવે પાલિકામાં નવા નગરસેવકો ચુંટાઈ તો જાફરાબાદ માં સમસ્યાનું નિરાકરણ થાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે પણ અમુક સ્થાનિકોને ભાજપ પાલિકાના શાશન થી સંતોષ છે.પીવાના પાણી રોડ રસ્તાની કામગીરી સંતોષ કારક હોવાના સ્થાનિકો ના મત છે તો ભાજપના મહામંત્રી એ પાલિકા પર ફરી ભાજપનો કબજો થાય તેવો આશાવાદ વ્યકત કર્યો છે,જાફરાબાદ પાલિકા માં જાહેર હિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને ફરી જાફરાબાદ પાલિકા પર ભાજપ કબજો કરે તેવું જણાઈ છ એત્યારે આ રાજુલા-જાફરાબાદ માંથી હમણાજ ચુટાયેલા ધારસભ્ય અંબરીશ ડેરે જાફરાબાદ પાલિકા ની ચુંટણી જીતવી કોંગ્રેસ માટે મુશ્કેલ હોવાના મત અંગે સ્ફોટક રીતે જ્ઞાતિ સમીકરણો ની વાત કરતા જણવ્યું હતું.ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું હતું કે હજુ પણ જૂની પદ્ધતિ મુજબ સમાજના આગેવાનો પટેલો જે નીરનાય કરે તેજ ત્યાના સ્થાનિકો અનુસરતા આવ્યા છે ખારવા અને કોળી સમાજ ના આગેવાનો ગત વિધાનસભાની ચૂટણીમાં કોંગ્રેસ સંગાથે રહ્યા હતા પણ પાલિકાની ચૂટણીમાં કોંગ્રેસને જાફરાબાદમાં કપરા ચડાણ જોવા મળે છે ત્યારે કોંગ્રેસની જાફરાબાદ પાલિકા કબજે કરવાની રણનીતિ મહદ અંશે નબળી સાબિત થાય તેવા સમીકરણો જણાઈ છે છતાં આગામી ૧૭ ફેબ્રુઆરી એ મતદાતાઓ પાલિકામાં ભાજપને ફરી સત્તા સ્થાને બેસાડશે કે પરિવર્તન થશે તેતો સમય જ કહેશે…