Main Menu

ફેબ્રુઆરીમાં અમરેલી જિલ્લાની ચાર પાલિકાની ચૂંટણી…રાજુલા પાલિકા વર્ષોથી છે ભાજપના કબજામાં..આ વખતની ચૂંટણીમાં રાજુલાના નગરજનો કોને ઈચ્છે છે સત્તા પર…જુઓ અહેવાલ

અમરેલી જીલ્લાનો એકમાત્ર ઓઘોગિક ગણાતો રાજુલા વિસ્તાર માં છેલ્લી બે ટર્મથી ભાજપ નું શાશન છે રાજુલા આમ ગણીએ તો વિકસિત શહેરમાં ગણના થાય છે રાજુલા નો ટાવર, હોસ્પિટલ, એસ.ટી.બસ સ્ટેન્ડ, પોલીસ મથક આધુનિક બની ગયા છે પણ નગરપાલિકાની ચુંટણી છે ત્યારે પાલિકા વિસ્તારો માં હજુ અમુક જગ્યાએ રોડ રસ્તાના કામો ચાલુ છે પણ જાહેર રોડ પર કચરાના ઢગલાઓ પણ જોવા મળે છે ગટર ગંગા રોડ પર વહી જાય છે સ્વચ્છતા ના નામે પાલિકા ની કામગીરી નબળી દેખાઈ છે પણ સ્થાનિક ને પાલિકાની કામગીરીથી સંતોષ છે.રાજુલા ભાજપ શ્ષિત પાલિકામાં સ્થાનિકને રોડ રસ્તા, લાઈટ, પાણીની સુવિધાથી સંતોષ છે પણ અમુક સ્થાનિકોએ ભાજપ ના નગરસેવકો સામે આંગળી ચીંધી હતી અને ભાજપ શ્ષિત પાલિકા સામે આક્ષેપો પણ કાર્ય હતા.પૈસા વિના પાલિકામાં કામ થતા નથી તો પીવાના પાણીમાં ગટર નું પાણી ભળતું હોવાની ફરિયાદ ઉઠી છે તો હાલમાંજ સત્તા પરિવર્તન થી સ્થાનીકોમાં કોંગ્રેસ પ્રત્યે લાગણીઓ વધી હોય તેમ આ વખતે કોંગ્રેસ પાલિકા પર કબજો કરે તેવા સ્થાનિકોએ દાવા કાર્ય છે.દસ વર્ષથી રાજુલા પાલિકા પર ભાજપનો કબજો છે પણ હાલમાંજ પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂટણીમાં કોંગ્રેસને રાજુલા માંથી જંગી લીડ નીકળી હતી અને ભાજપ શાષિત પાલિકાથી લોકો કંટાળ્યા છે ત્યારે આ પાલિકાની ચૂટણીમાં કોંગ્રેસ વિજય થાય તેવો આશાવાદ રાજુલાના ધારસભ્ય ડેર વ્યકત કરી રહ્યા છે પણ રાજુલાના નગરજનો આગામી ૧૭ ફેબ્રુઆરી એ ભાજપ કે કોંગ્રેસ તરફ જુકશે તેતો પરિણામ બાદજ ખબર પડશે..