Main Menu

જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના પાણીનો બેફામ વડેફાટ

સિંચાઈ વિભાગના નિયમોનો છેદ ઉડાડી મતોનું રાજકારણ ખેલતા નેતાઓના દબાણના કારણે શેત્રુંજી સિંચાઈ યોજના અંતર્ગત છેલ્લા પંદર દિવસથી છોડવામાં આવેલ પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. એક તરફ રાજ્ય ભરના જળાશયો માપણીની અછત આવનારા દિવસોમાં વર્તાઈ રહી છે. ત્યારે ગોહિલવાડના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમનું અમૂલ્યપાણી બેદરકારીના કારણે બગડી રહ્યું છે.

વગર ચોમાસે તળાજી નદી, નદીપરના ચેકડેમો, નાળાઓ છલકાયા-વહેતા થયા છે. છેલ્લા આઠેક દિવસથી શેત્રુંજી ડેમનું જે થોડૂક પાણી સંગ્રહીત થયેલ છે. તે સિંચાઈના નામે બગડી રહ્યું છે. રાજ્ય સરકાર એક તરફ પાણી બચાવવા પાછળ કરોડો રૃપિયા ખર્ચ કરે છે તો બીજી તરફ સરકારી બાબુઓના નાક નીચે જ શેત્રુંજી ડેમનું પાણી વેડફાઈ રહ્યુ છે. નદી નાળાઓનાં વહી રહ્યું છે.

આવનારા દિવસોમાં રાજ્યભરમાં પાણીની અછતના ડાકલા વાગી રહ્યા છે. ત્યારે ભાવનગર શહેરને પીવા માટે શેત્રુંજી ડેમનું પાણી મુખ્ય સ્તોત્ર બની રહે તેમ જામવા હોવાછતા સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારી પાણીનો વ્યયથતા નજર સમક્ષ આપી છે.

સમયાનુસાર ખેડૂતોના સિંચાઈ માટેનું પાણી આપવા માટેના પૂરતા ફોર્મ ન આવવા છતા સાથે શેત્રુંજી ડેમ અડધાથી પણ ઓછો ભરાયેલ હોવાછતા ખેડૂતો રોષે ન ભરાય તેવા ફફડાટ અને મતોનીલાલચ ધરાવતા નેતાઓના દબાણને વશથઈ પંદર દિવસથી પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ તુટેલી કેનાલો, સિંચાઈ વિભાગ પાસે ઓછો સ્ટાફ, ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં પાણી પાઈ ખુલ્લા મૂકી દેવાતા ધોરીયા, પાણીનો બગાડ કરનારા તત્વોસામે સિંચાઈ વિભાગ દ્વારા કાયદેસરના પગલા ભરવામાં આવતા ન હોઈ તેના કારણે બગાડ થઈ રહ્યો છે. સંબંધીત તંત્રના અધિકારીઓ ભવિષ્યમાં બેદરકારી ન દાખવે અને પાણીનો બગાડ અટકે તેવી ખેડૂત વર્ગમાંથી લાગણી ઉદ્ભવી જોયા મળી છે.