Main Menu

સાદગી અને સેવાથી રંગાયેલા ચંદુભાઈ સંઘાણી એ..મહિલા વિકાસ ગ્રૃહની બાળાઓને વસ્‍ત્રદાન-અન્‍નદાન કરીન જન્‍મદિન ઉજવ્‍યો

જન્‍મ દિવસની ઉજવણી પણ સેવાભાવના સાથે ઉજવાની લત ધરાવતા સેવાભાવી અગ્રણી ચંદુભાઈ સંઘાણીએ તેમનો જન્‍મ દિવસ પણ મહિલા વિકાસ ગૃહની બાળાઓને ઘરઆંગણે વસ્‍ત્રદાન અને અન્‍નદાન-ભોજન પીરસી સૌની વચ્‍ચે સાદગીસભર રીતે ઉજવીને નૂતન રાહ ચિંઘ્‍યો છે. પ4 મા પ્રવેશતા ચંદુભાઈ પ્રત્‍યે અપાર લાગણી અને પ્રેમ ધરાવતી બાળાઓએ પણ પ4 દિપમાળા તૈયારી કરીને શુભકામના પાઠવી હતી આ તકે ચંદુભાઈના ધર્મપત્‍ની ગીતાબહેન સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, એમ.ડી. ડો.આર.એસ.પટેલ, ડો. રામાનુજન સાહેબ, કૌશિકભાઈ વેકરીયા, હરિભાઈ બાંભરોલીયા, ભગીરથભાઈ ત્રિવેદી, રાજેશભાઈ માંગરોળીયા, તુષારભાઈ જોષી, અરૂણાબેન માલાણી, તરૂલતાબેન વ્‍યાસ, સમગ્ર સંઘાણી પરિવાર અને વિકાસ
ગૃહનો સ્‍ટાફ વિગેરે ઉપસ્‍થિત રહીને શુભકામનાઓ પાઠવી હતી. વસ્‍ત્ર દાન અને અન્‍ન દાન એ મહાન છે, મહિલા વિકાસ ગૃહની બાળાઓને વસ્‍ત્ર દાન સાથે ભોજનના
ઓડકારથી તૃપ્‍ત કરી જન્‍મ દિવસની અનોખીરીતે ઉજવણી કરી હતી. સાદગીસભર જન્‍મ દિવસની ઉજવણી બદલ લોકોએ પણ શુભેચ્‍છા સાથે સુંદર કાર્યની સરાહના કરી હતી તેમ મહિલા વિકાસ ગૃહનીઅખબારી યાદીમા જણાવાયેલ છે.