Main Menu

વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું…જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું એકપણ ફોર્મ ન ભરાયું…28 માંથી 24 બેઠકો ભાજપની થઈ બિનહરીફ…જુઓ

ગુજરાત ના વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ગઢમાં ગાબડું પડ્યું છે અમરેલી જીલ્લાની ચાર નગરપાલિકા પૈકી જાફરાબાદ નગરપાલીકામા ચુંટણી પહેલાં જ ભાજપનો ભગવો લહેરાયો છે.સાત વોર્ડની 28 બેઠકો પર 24 ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે અને કોંગ્રેસનું નાક કાપી લીધું હતું.હજુ એક માસ પહેલા જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કમળ કચડીને અમરેલી જિલ્લાની પાંચેય બેઠકો પર કોંગ્રેસે કબ્જો કર્યો હતો પણ એક માસ બાદ સ્થાનિક સ્વરાજ્યની જાફરાબાદ નગરપાલીકાના કુલ ૭ વોર્ડ ના ૨૮ સદસ્યો મોટે ચુંટણી યોજાનાર હતી પરંતુ આશ્ચર્યજનક રીતે ૨૮ પૈકી ભાજપના ૨૪  ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.. જ્યારે અન્ય 4 ઉમેદવારો સામે પણ અપક્ષ ઉમેદવારો મેદાનમાં આવ્યા છે..  આખા જાફરાબાદ પાલિકા વિસ્તાર માંથી કોંગ્રેસને એકપણ ઉમેદવાર ન મળતા કોંગ્રેસનું નાક કપાયું છે અને ભાજપનો ભગવો લહેરાતા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીની જહેમત રંગ લાવી હતી.જોકે સૌથી નવાઈની વાત એ છે કે કોંગ્રેસ તરફથી એકપણ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા નથી.. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ મા અમરેલી જિલ્લાની તમામ પાંચ બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી જેમાં રાજુલા / જાફરાબાદ બેઠકનો પણ સમાવેશ થયો હતો અને જાફરાબાદ પાલિકા વિસ્તારમાંથી કોંગ્રેસને 3 હજાર ની લીડ મળી હતી પણ પાલિકાની ચૂંટણીમાં ખુદ જાફરાબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચંદુ પટેલે ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપ માંથી બિનહરીફ ચૂંટાઈ આવતા જાફરાબાદ માં કોંગ્રેસ નામશેષ થઈ જતા ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું હતું.જાફરાબાદ પાલિકા વિસ્તારમાં કોળી, ખારવા અને મુસ્લિમ સમુદાયનું પ્રભુત્વ હોય અને સમાજના આગેવાનો કહે તે મુજબનું રાજકારણ રમાતુ હોવાનું ધારાસભ્ય ડેર જણાવે છે પણ વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના અમરેલી જિલ્લાના જાફરાબાદ માં કોંગ્રેસને 1 ઉમેદવાર ન મળતા ભાજપે ભગવો લહેરાવીને 24 બિનહરીફ બેઠકો લાવી છે અને 4 બેઠકો પણ બિનહરીફ થાય તેવા સમીકરણો આગામી દિવસોમાં સાકાર થાય તેવા સંજોગો વચ્ચે કોંગ્રેસનું નાસિક ભાજપે અમરેલી જિલલ્સમાં કાપી નાખતા રાજકારણ માં ખળભળાટ મચી ગયો છે.