Main Menu

કોંગ્રેસ પાર્ટીમાં ધીમી ગતિએ નવા પ્રાણ ફુંકાયા

૨૦૧૯માં મોદીની પી.એમ તરીકે હવે વાપસી નહી થાય..જુઓ

રાજસ્થાનમાં પેટાચૂંટણીના પરિણામ બાદથી આશા વધી

રાજસ્થાન પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફુંકાઇ રહ્યા છે. પાર્ટી નક્કરપણે હવે માની રહી છે કે કેટલાક રાજ્યોમાં બેકફુટ પર દેખાઇ રહેલી કોંગ્રેસ પાર્ટી હવે પહેલા કરતા સારી સ્થિતિ માં દેખાઇ રહી છે. કોંગ્રેસ પાર્ટીને પૂર્ણ વિશ્વાસ છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પાર્ટી પહેલા કરતા મજબુત થઇ રહી છે. સાથે સાથે હરિયાણા, ઝારખંડ અને છત્તિસગઢમાં પણ કોંગ્રેસનુ પ્રભુત્વ પહેલા કરતા વધી રહ્યુ છે. આત્મવિશ્વાસ અને હકારાત્મક ઘટનાક્રમ માટે કેટલાક કારણ છે. જેમાં હાલમાં કેટલાક નાના પરિણામ પાર્ટીની સાથે રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાને લાગે છે કે વર્ષ ૨૦૧૯માં મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન તરીકે વાપસી કરી શકશે નહી. એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યુ છે કે કોંગ્રેસ ૬૦ એવી બેઠકોની પસંદગી કરી શકે છે જ્યાં મોદીને પહેલા ચૂંટણી જીતવામાં તકલીફ થઇ હતી. સુત્રોએ હતુ કે બીજી વખત વડાપ્રધાન બનવા માટે મોદી સામે કેટલાક પડકારો છે. જે પૈકી એક પડકારો સાથી પક્ષો તરફથી પણ છે. મોદી ગઠબંધન ભાગીદાર પાર્ટીઓની સાથે કુશળતા સાથે કામ કરવામાં સફળ રહ્યા નથી. શિવસેના અને ટીડીની નારાજગી દેખાતી છે.
હાલમાં એનડીએ સરકારમાં કેટલીક પાર્ટી પોતાને યોગ્ય ગણી રહી નથી. વર્ષ ૨૦૧૯ ચૂંટણીમાં મોદી ફરી વડાપ્રધાન તરીકે આવી શકશે નહી. કારણકે એનડીએના સાથી પક્ષો તેમને નેતા તરીકે પસંદ કરશે નહી. કારણ કે તેમની કામ કરવાની નીતીથી તેઓ નારાજ છે. રાજનાથસિંહ વધારે સારી રીતે ગઠબંધન ધર્મ અદા કરી શકે છે.