Main Menu

સૌરાષ્ટ્રના ખેતમજૂરની પુત્રી મલેશિયામાં બની યોગ ચેમ્પિયન

ગીર સોમનાથ જીલ્લાના લાટી ગામના પ્લાસ્ટર વગરનું અને ચુલા પર રસોઇ બનાવીને જમતી ગરીબ ખેડુત ની પુત્રી ભારતીબેન સોલંકી આહિરે તાજેતરમાં જ્ઞાતિના આગેવાનના સપોર્ટથી મલેશીયા ખાતે યોજાયેલી યોગ સ્પર્ધામાં ભાગ લઇ ૧૬ દેશના ૨૫૦ જેટલા સ્પર્ધકો સામે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ અને ચેમ્પીયન ઓફ ચેમ્પીયન્સનો ખિતાબ મેળવ્યો છે. જો કે આટલુ મોટી સિધ્ધી હોવા છતાં હાલ સુધી ગુજરાત સરકાર કે જે વિકાસના મોટા મોટા બણગા ફુંકે છે.પરંતુ યોગક્ષેત્રે આટલી મોટી સિધ્ધી છતા તેને કોઇ મદદ મળતી નથી ત્યારે સરકાર આ દિકરીને મદદ કરી તેની કારકીર્દી આગળ ધપે તેવા પ્રયત્નો કરશે.

લાટી ગામની ભારતી સોલંકી ગરીબ ખેડુત રાણાભાઇ તથા માલીબેનનું એક નુ એક સંતાન. પૈસાની ખેંચ હોવા છતાં પેટે પાટા બાંધીને દિકરીને ભણવા માટે ભારે પ્રોત્સાહન આપ્યુ છે. તેણી કાંબલીયા સ્કૂલ જૂનાગઢમાં ભણી હતી. બાદમાં અમદાવાદ ની યોગ કોલેજમાં એડમીશન મેળવ્યુ હતું. છેલ્લા ૧૦ વર્ષથી યોગની તાલીમ લે છે.અને તેણી સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લઇ ચુકી છે.

ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ જોઇએ તો તેણી બેઇજીંગ, સાંઘાઇ, હોગકોંગ અને છેલ્લે મેલેશીયા ખાતે સ્પર્ધામાં ભાગ લીધો છે. જેમાં મલેશીયામાં તો તેણી ૧૬ દેશના તમામ ૨૫૦ સ્પર્ધકો ને હરાવીને યોગ સ્પર્ધામાં ચેમ્પીયન ઓફ ધ ચેમ્પીયન્સ ગુજરાતમાંથી સરદાર પટેલ જુનીયર એવોર્ડ મળેલો છે. મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એવોર્ડ તેમના હસ્તે મળ્યો હતો. કુલ ૩૩ જેટલા ગોલ્ડ,સિલ્વર, બ્રોન્ઝ મેડલ મળ્યા છે.

આ ઉપરાંત શિલ્ડ અને ટ્રોફી તો ઘણા છે.

આ તમામ માટે તે તેના માતાપિતા, યોગ શિક્ષકો, તેના મામા રામસીભાઇ, તેમજ ભગાભાઇએ બહુ જ મદદ કરી છે. ૨૦૦૭થી કારકીર્દી ચાલુ થઇ હતી. નાની મોટી કોમ્પીટીશન ભાગ લીધા બાદ ૨૦૧૦માં તેણીને મેડલો મેળવવાનુ ચાલુ થયુ હતું.

૨૦૧૪માં સાંઘાઇમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો. આટલી ઉજ્જવળ કારકીર્દી હોવા છતા આજે પણ તેના ઘરે પ્લાસ્ટર વગરના કાચા જેવા મકાનમાં રહે છે. ઘરે ચુલો સળગાવી તમામ રસોઇ કરે છે. માતાપિતા ખેતમજુરી કરી રોજગારી મેળવે છે.

ત્યારે ગુજરાત સરકાર દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા આજ સુધી કોઇ મદદ કરી શકી નથી. જે ખુબજ દુઃખની વાત છે. ત્યારે કોલેજ દ્વારા રાજ્ય સરકારને આ તમામ વિગતો મોકલી ભારતીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હજુ પણ સ્પર્ધા માં ભાગ લઇ શકે અને આર્થિક સહયોગ મળે તો આ દિકરી ભારનું નામ ક્યા ક્યાં સુધી પહોંચાડી શકે.

હાલ તો તે કુટુંબ અને તેના મામા રામસીભાઇ તેમજ આહીર સમાજના ભગાભાઇ તથા સમાજ દ્વારા મદદ મેળવી આટલી સિધ્ધી મેળવી છે. તો સરકાર જાગશે કે પછી આવા સફળ સ્પર્ધકો માટે કંઇ કરશે.

આજરોજ ભારતીનું ભાલકા ખાતે બજરંગદાસબાપુ, પત્રકારો તેમજ વિક્રમભાઇ પટાટ દ્વારા તેણીનું સન્માન કરવામાં આવ્યુ હતું.