Main Menu

રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યો દ્વારા જારદાર ધાંધલ ધમાલ

રેણુકા ચૌધરીની હસી પર મોદીના નિવેદનથી જોરદાર હોબાળો થયો

વડાપ્રધાન મોદી નિવેદન બદલ માફી માંગે તેવી કોંગ્રેસના સભ્યોની માંગણી કામગીરી મોકૂફ થઇ : વિપક્ષના મહિલા સાંસદો ઉપરાષ્ટ્રપતિ નાયડુને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોંગ્રેસના વરિષ્ઠ નેતા રેણુકા ચૌઘરીના સંબંધમાં કરવામાં આવેલી ટિપ્પણીના કારણે વિવાદ વધી રહ્યો છે. આજે રાજ્યસભામાં કોંગ્રેસે આને લઇને જારદાર ધાંધલ ધમાલ મચાવી હતી. સાથે સાથે કોંગ્રેસ તરફથી માફીની માંગ કરવામાં આવી હતી. રેણુકા ચૌધરીએ આ ટિપ્પણીને અંગત તરીકે ગણાવીને મોદી પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતાઓએ કહ્યુ છે કે વડાપ્રધાને વિવાદાસ્પદ નિવેદન કર્યુ છે. રેણુકા ચૌધરીએ કહ્યુ છે કે તેઓ કોઇની પÂત્ન છે. કોઇની માતા છે. તેમનુ અપમાન કરવામાં આવ્યુ છે. રાજ્યસભામાં આજે ધાંધલ ધમાલ જારી રહી હતી. જેથી રાજ્યસભાની કામગીરી બપોર સુધી મોકુફ કરી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે અસલ અંદાજમાં દેખાયા હતા. વર્ષ ૨૦૧૪માં જે રીતે ચૂંટણી પ્રચારમાં આક્રમક નિવેદન કર્યા હતા તેવી જ રીતે નિવેદન કરીને કોંગ્રેસ પાર્ટીની તમામ પોલ ખોલી હતી. મોદીએ કોંગ્રેસને એક એક આક્ષેપોના જવાબ આપીને કહ્યું હતું કે, અમે મેન ચેન્જર નહીં એમ ચેન્જર છે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના મેન ચેન્જર અને જુના ભારતને આપી દો તેવા તમામ આક્ષેપોનો મોદીએ જવાબો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને જા ન્યુ ઇÂન્ડયા જાઇતુ નથી તો તેને ઇમરજન્સી અને કૌભાંડવાળુ ભારત જાઇએ છે. મોદી જવાબ આપી રહ્યા હતા ત્યારે રેણુકા જારશોરથી હસી રહ્યા હતા. ત્યારે વડાપ્રધાને ટકોર કરી હતી. રાજ્યસભામાં ધાંધલ ધમાલના કારણે કામગીરી મોકૂફ કરવામાં આવી હતી. વિપક્ષના મહિલા સાંસદોએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને મળીને કિરણ રિજ્જુને સુરપર્ખાના વિડિયો શેયરને લઇને વિશેષાધિકાર ભંગની નોટિસ પણ આપી હતી. ચૌધરીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મોદી સરકારના મંત્રી કિરણ રિજ્જુએ જે વિડિયો પોસ્ટ કર્યા છે તે ખુબ જ વાંધાજનક છે. આ લોકો બેટી બચાવો મહિલાઓના સન્માનમાં મોટી મોટી વાતો કરે છે. તે પોતે બે યુવા પુત્રીઓની માતા છે. કોઇની પÂત્ન છે. તેઓએ તેમની સરખામણી સુર્પનખા રાક્ષસી સાથે કરી દધી છે જે ખુબ જ શરમજનક છે. કોંગ્રેસના નેતા વિરપ્પા મોઇલીએ મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણણે કહ્યું હતું કે, કેટલાક મહિલા મંત્રીઓનું કહેવું છે કે, રેણુકા ચૌધરી વડાપ્રધાન તરફથી આવી જ ટિપ્પણી સાંભળવા લાયક છે. તેમને વડાપ્રધાનનો બચાવ કરવાનો અધિકાર છે પરંતુ આ ટિપ્પણી એક મહિલાની સામે છે. તેમને વડાપ્રધાનના ગુલામોની જેમ કામ કરવું જાઇએ નહીં. બુધવારના દિવસે રાજ્યસભામાં રેણુકા ચૌધરી મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે જાર જારથી હસી રહ્યા હતા. આના કારણે મોદીને તકલીફ થઇ રહી હતી. મોદીએ ટકોરમાં વેંકૈયા નાયડુને અપીલ કરતા કહ્યું હતું કે, રેણુકા ચૌધરીને કંઇ પણ કહેવામાં ન આવે. રામાયણ સિરિયલ બાદ આવી હસી સાંભળવાનું સૌભાગ્ય આજે મળ્યું છે. મોદીની આ વાત સાંભળીને ભાજપ અને સાથી પક્ષોના સભ્યો જાર જારથી હસવા લાગ્યા હતા અને રેણુકા ચૌધરીની હસી બંધ થઇ ગઇ હતી.