Main Menu

કોટડાસાંગાણીના શાપર વેરાવળમા આવતીકાલે શીવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામા આવશે

આવતી કાલે શીવરાત્રી નિમિત્તે કોટડાસાંગાણી ના શાપર વેરાવળ મા રાજકોટ ગોંડલ હાઈવે પર આવેલ ઓમ આનંદી આશ્રમ શ્રી સીતારામ ગૌશાળા  વાળાધરી ની શાખા શ્રી સીતારામ અન્નક્ષેત્ર ના લાભાર્થે  શંકર ટેકરી ખાતે શીવરાત્રી ની ધામધૂમથી ઉજવણી કરવામા આવશે જેમા મહા પ્રસાદ તેમજ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ આવતીકાલે  યોજવામા આવશે જેમા સર્વે ભાવીક ભક્તો ને લાભ લેવા પધારવા આમંત્રણ આપવા મા આવ્યુ છે. જેની તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે.સાથેજ રખાયેલા મહાપ્રસાદ મા વીસ હજાર થી વધુ ભક્તો લાભ લેશે આ સંતવાણી મા નીરંજન પંડ્યા.ગુલાબદાન બારોટ કિશોર વાઘેલા.સંજય વાઘ સહીતના નામી કલાકારો ભજનની રમઝટ બોલાવસે.સમગ્ર કાર્યક્રમ ને વધુ સફળ બનાવવા અને વધુ મા વધુ ભક્તો સંતવાણી તેમજ મહા પ્રસાદ નો લાભ લ્યે તે માટે પરમ પુજ્ય રાજુરામબાપુ ની પ્રેરણાથી મસ્તરામબાપુ  તેમજ સેવકગણ ખાસ સેવા આપી રહ્યા છે.