Main Menu

ઉના: ચોરીમાં ફેરા ફરતા કન્યાએ કહ્યું કંઇક એવુ કે ‘લગ્ન રહ્યાં મોકુફ’

ગીર સોમનાથના ઉનામાં લગ્નની શરણાઈ વચ્ચે અજીબો ગરીબ ઘટના બનતા વરરાજાની સાથોસાથ જાનૈયાઓ અને આખું ગામ હતપ્રભ બની ગયું હતું. ઉનાનાં દેલવાડામાં વાજતે ગાજતે આવેલી જાન કન્યા વિનાજ પરત ફરી પરત ફરી ગઇ હતી. ખરેખર ફેરા ફરતા સમયે કન્યા અચાનક બોલી હતી કે, મારે લગ્ન નથી કરવા.

સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળતી ઘટના હવે હકીકતમાં જોવા મળી રહી છે ઉનાનાં દેલવાડા આવેલી જાન કન્યા વિનાજ પરત ફરી હતી. ઉના તાલુકાના નણાંદ ગામે રહેતા સંદીપ વાજા નામના યુવાનનાં લગ્ન નિર્ધાર્યા હતા અને રવિવારે ઉનાના દેલવાડા ગામે જાન લય પરણવા જવાનું હતું. વાજા પરિવારના પુત્રના લગ્નને લય વાજા પરિવાર ખુશખુશાલ હતો તો બીજી તરફ દેલવાડા ગામેં જે યુવતીના ઘરે સંદીપ પરણવાનો હતો ત્યાં પણ ખુશીનો માહોલ હતો. સંદીપની જાન બેન્ડ બાજા સાથે દેલવાડા પણ આવી પહોંચી અને શરૂઆતની તમામ વિધિ થઈ અને હસ્ત મેળાપ પણ થયા પરંતુ ગોર મહારાજે ફેરા ફરવાનું કહ્યું ત્યાંજ કન્યા બોલી ‘મારે ફેરા નથી ફરવા’ બંને પક્ષો દ્વારા રૂપલને સમજાવાય પરંતુ રૂપલ પોતાની વાત પર અડગ રહી અને સંદીપને ખાલી હાથ પોતાનાના ગામ નાણંદ ફરવું પડ્યું હતું.

સંદીપનાં લગ્ન ઉના સમૂહ લગ્નોત્સવમાં કરવાના હતા પરંતુ સંદીપના કેહવા પ્રમાણે કન્યા પક્ષે સમૂહ લગ્ન કરવાની ના પાડી હતી. અને દેલવાડા કરવાનું કેહતા સમૂહ લગ્નના મંડપ ખાલી રહ્યો હતો અને દેલવાડા ગામે જ ફટાફટ કન્યા પક્ષે વન્ડિ રાખી લગ્નની તૈયારી કરી હતી. સંદીપના લગ્નનાં દિવસે પોલીસ કંટ્રોલને એક નનામો ફોન કોલ પણ આવ્યો હતો.

જેમા કહેવામાં આવ્યુ હતું કે દેલવાડા ગામે યુવતીનાં લગ્ન તેની મરજી વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે, જેથી ઉના પોલીસ દેલવાડા પહોંચી હતી અને રૂપલ નામની કન્યાની પૂછપરછ કરી હતી. પોલીસના કેહવા મુજબ રૂપલ નામની કન્યાએ તેની અને તેના પરિવારની મરજીથી લગ્ન કરતા હોવાનું નિવેદન આપતા પોલીસ પરત ફરી હતી. જો કે અંતે ફેરા સમયે રૂપલે પોતાનુ મૌન તોડતા જાનિયા સહિત તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતાં.

આખરે રૂપલે છેલ્લી ઘડીયે શા માટે ફેરાફરવાની ના પાડી તે અંગ સંદીપે જણાવ્યું કે,”રૂપલ જોડે છેલા અઢી વર્ષથી સગાઈ થઇ હતી અમે ફોનમાં વાત પણ કરતા હતાં. અને જૂનાગઢ અને દીવ સાથે ફરવા પણ જતા હતાં પરંતુ ક્યારેય તેણે મને કોઈજ વાત કહી ન હતી કે તે લગ્ન કરવા નથી માંગતી.”