Main Menu

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, વધુ રાહત મળે તેવી શક્યતા

પટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોથી પરેશાન દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. પટ્રોલ અને ડીઝલની કિંમતમાં 21 પૈસા અને ડીઝલની કિંમતમાં 28 પૈસાનો ઘટાડો થયો છે. સોમવારે ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઢલના નવા ભાવ જાહેર કર્યા છે. તે અનુસાર 11 ફેબ્રુઆરીએ જ્યાં એક લીટર ડીઝલ 68.05ના સ્તર પર હતું, તેની કિંમત સોમવારે 67.75 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. આ જ રીતે કાલે એક લીટર પેટ્રેલ 81.08 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું હતું તેનો ભાવ આજે 80.87 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઇલની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તુ થવાના કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ખર્ચમાં ઘટાડો થયો છે અને આવનારા અઠવાડિયે તેમાં 2થી 3 રૂપિયાનો ઘટાડો થઇ શકે છે. બ્રેંટ ક્રૂડ 26 ડિસેમ્બર બાદથી 10 ટકા સસ્તુ થઇ ગયું છે. જો આવું ચાલતું રહેશે તો નજીકના ભવિષ્યમાં વધારે ભાવ ઘટી શકે છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ક્રૂડ ઓઇલના સતત વધતા ભાવોના કારણે 1 લીટર પેટ્રોલની કિંમત 81 રૂપિયા થઇ ગઇ છે. તેવામાં ડીઝલ પણ 70 રૂપિયાથી પણ વધુ મોંઘુ થઇ ગયું હતું. હવે જ્યારે ઇંધણની કિંમતો ઘટવાના સંકેત મળ્યા છે તો તેનાથી મોંધવારી ઘટે તેવી શક્યતા છે.