Main Menu

ભાવનગર ડિવિઝનનું કાલે વેસ્ટર્ન રેલવેના G.M. ઈન્સ્પેકશન કરશે

ર્વાિષક ઇન્સ્પેકશનના ભાગરૃપે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર તા.૧૪ના બુધવારના ભાવનગર રેલવે ડિવિઝનનું ઇન્સ્પેકશન કરશે. સ્પેશિયલ ટ્રેન મારફત જનરલ મેનેજર ભાવનગર રેલવે ડિવિઝનના સોમનાથ-રાજકોટ સેકશનમાં ઈન્સ્પેકશન કરશે. જી.એમ.ના ઈન્સ્પેકશનને લઈને વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં રેલવે તંત્ર ઊંધામાથે થઈ ગયુ છે.

આ અંગે ડીસીએમ માશુક અહમદના જણાવ્યા અનુસાર, પિૃમ રેલવેના મહાપ્રબંધક અનિલ કુમાર ગુપ્તા ભાવનગર રેલવે ડિવિઝનના સોમનાથ- રાજકોટ વચ્ચેના સેકશનમાં રેલવે ટ્રેકનુ નિરીક્ષણ કરશે. જી.એમ. સોમનાથ-રાજકોટ રેલવે ટ્રેક પરના રેલવે ફાટકો, સ્પીડ, વિવિધ અન્ડર બ્રીજ, રેલવે કોલોની, રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ કરે તેવી શક્યતા છે. જનરલ મેનેજર સાથે વેસ્ટર્ન રેલવેના હેડક્વાર્ટસના આરપીએફ, હિસાબ, એન્જિનિયરિંગ, કોર્મિશયલ સહિતના વિભાગના આલા અધિકારીઓ પણ ઈન્સ્પેકશનમાં જોડાશે. સવારના નવ કલાકે જી.એમ.ગુપ્તા ઈન્સ્પેકશનનો આરંભ કરશે.આ ઈન્સ્પેકશન સાંજના ૬-૩૦ કલાક સુધી ચાલશે.