Main Menu

રાજુલાના ચાંચ ગામે મહેલમાં દીપડાના ધામા

રાજુલા તાલુકાના ચાંચ ગામે આવેલા ભાવનગરના રાજવીના મહેલમાં છેલ્લા કેટલાક સમયથી ધામા હોય મહેલ આસપાસ વસનારા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. મહેલના માલિક અને આસપાસ વસનારા આ દીપડો કોઈનો જીવ લે તે પહેલા વન વિભાગ દીપડાને પકડી પાંજરે પુરે તેવી લાગણી વ્યકત કરી રહ્યા છે.

રાજુલા તાલુકાના ચાંચ ગામે છેલ્લા કેટલાક સમયથી એક દીપડાએ ધામા નાખ્યા છે. આ બાબતે ચાંચ ગામે વોટસઅપના માધ્યમથી કથીવદર પ્રકૃતિપ્રેમી આતાભાઈ વાઘને જાણ કરવામાં આવી કે ભાવનગરના રાજવીના ગઢના કાંગરે ચડી દીપડો સાંજના સમયે શિકારની શોધમાં બેઠો હોય છે આ મહેલની આજુ બાજુ માનવ વસ્તી ધરાવતો વિસ્તાર હોઈ કોઈનો જીવ લે કે કોઈને ઈજા કરે તે પહેલા વન ખાતું તેને પકડી પાંજરે પુરી જંગલમાં ખસેડે તેવી લોકમાગણી ઉઠી છે.