Main Menu

સિહોર પાલિકાના પ્રમુખનો તાજ દિપ્તી ત્રિવેદીના શિરે

સિહોર નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ ની ચુંટણી માટે આજે રવિવારે પાલિકા સભાગૃહમાં સિહોર પ્રાન્ત અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે દિપ્તીબેન વિશાલભાઈ ત્રિવેદી તેમજ ઉપપ્રમુખના ઉમેદવાર ચતુરભાઈ જસમતભાઈ રાઠોડના નામના મેન્ડેટ જીલ્લા ભાજપના મહામંત્રી નારણભાઈ મોરી, સિહોર શહેર ભાજપના પ્રભારી અશોકભાઈ નેનાણી લઈને આવ્યા હતા.

જે મુજબ સભાગૃહમાં ભાજપના દિપ્તીબેન ત્રિવેદીને ર૩ મત મળ્યા હતા. જયારે ઉપપ્રમુખના ઉમેદવાર ચતુરભાઈ રાઠોડને પણ ર૩ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર દિવ્યાબેન કિશનભાઈ મહેતા ને ૧૧ મત અને ઉપપ્રમુખ ઉમેદવાર કિરણભાઈ ઘેલડા ને ૧૧ મત મળ્યા હતા. જયારે બે અપક્ષ ઉમેદવારો તટસ્થ રહ્યા હતા. આમ સિહોર નગરપાલિકાના પ્રમુખ પદે દિપ્તીબેન ત્રિવેદી તેમજ ઉપપ્રમુખ પદે ચતુરભાઈ રાઠોડને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.