Main Menu

જીએસટીના નિયમોને વધુ સરળ કરવા ઝડપથી પગલાં લેવાશેઃ જેટલી

સરકાર ટૂંક સમયમાં જીએસટીનું અમલીકરણ સરળ કરશે એમ નાણાંમંત્રી અરૂણ જેટલીએ મંગળવારે જણાવ્યું હતું. જોકે તેમણે જીએસટી માટે સિંગલ રેટ પ્રથા લાવવાનો ઇનકાર કર્યો હતો. ઇન્ડિયા-કોરિયા બિઝનેસ સમિટને સંબોધતા જેટલીએ જણાવ્યું હતું કે, ભારતમાં મોટા પાયે ટેકસનું કોમ્પ્લાયન્સ નથી થતું. આ સ્થિતિને સુધારવાની જરૂર છે. જીએસટીમાં કોમ્પ્લાયન્સ બર્ડન વધુ છે. જેને સરળ બનાવવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, ભારત જેવા દેશમાં આર્થિક અસમાનતા હોવાથી જીએસટીનો સિંગલ રેટ કામ નહી કરે. જોકે તેમણે જણાવ્યું હતું કે સરકાર ર8 ટકા જીએસટીના સ્લેબમાં ચીજો ઘટાડી છે અને આગામી દિવસોમાં હજુ કોન્સોલિડેશન થશે.

ઉંખનીય છે કે ગયા નવેમ્બરમાં જીએસટી કાઉિન્સલે 178 ચીજોને ર8 ટકાના સ્લેબમાંથી હટાવી હતી અને સર્વોચ્ચ દરમાં લકઝરી ચીજો જ રાખી હતી. સિમેન્ટ અને પેઇન્ટ જેવી ચીજો હજુ પણ સર્વોચ્ચ સ્લેબમાં છે અને આગામી સમીક્ષામાં તેને પણ આેછા દરના સ્લેબમાં મૂકાય તેવી સંભાવના છે.
તેમણે જણાવ્યું હતું કે, કોમ્પ્લાયન્સ લેવલમાં સુધારો કરી લઇએ પછી સુધારાનો આગામી તબકકો શરૂ થશે. જેમ કે, બે સ્ટાન્ડર્ડ રેટ છે અને લાંબા ગાળે તેને મર્જ કરીને એક કરવામાં આવશે એવો મારો અંદાજ છે. આ કામગીરીમાં સમય જશે. કોમ્પ્લાયન્સનો બોજો થોડો વધુ છે, જેને હળવો કરવામાં આવશે.
જેટલીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી ઘટનાઆેને કારણે બેન્કો સાવચેત બની છે. નીતિવિષયક ફેરફરો અને વૈશ્વિક વાતાવરણને કારણે ભારત 7થી 8 ટકાનો વૃિÙદર હાંસલ કરવાની સંભાવના ધરાવે છે.