Main Menu

અમરેલી જીલ્લા એન.એસ.યુ.આઈ.દ્વારા એસ.ટી.ડેપો અમરેલી ખાતે હોબાળો

તા.૧-૩-૧૮ ના રોજ અમરેલી જીલ્લા એન.એસ.યુ.આઈ.દ્વારા અમરેલી શહેર ના એસ.ટી.ડેપો ખાતે મેનેજર શ્રી ને રજૂઆત કરવામાં આવી હતી.તેમ જણાવેલ હતું કે,થોડા દિવસોમાં બોર્ડ ની પરીક્ષા શરુ થઈ રહી છે.ત્યારે વિદ્યાર્થી ઓને અનેક ગામ માંથી અમરેલી શહેર ના વિવિધ શાળા ઓના કેન્દ્રો ઉપર પરીક્ષા સ્થળ આવેલ છે ત્યારે અમરેલી જીલ્લા એન.એસ.યુ.આઈ.દ્વારા વિદ્યાર્થી ઓના હિતનો વિચાર કરી એસ.ટી.ડેપો ખાતે વિવિધ પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી.જેમાં મુખ્યત્વે બોર્ડના પરીક્ષા સમય દરમિયાન તમામ બસો નિયમિત સમયસર ગ્રામ્ય વિસ્તારમાં પહોચે તેમજ વિદ્યાર્થી ઓને પરીક્ષા ના સમય પહેલા પહોચાડે તેવી રજૂઆત કરવામાં આવેલ છે.આ કાર્યક્રમ જીલ્લા એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી દેવરાજ બાબરિયા,જીલ્લા યુથ કોંગ્રેસ ના મહામંત્રી સન્ની ડાબસરા,અમરેલી નગરપાલિકા સદસ્ય મૌલિક ઉપાધ્યાય,શાંતિબાપુ ખુમાણ,ઉદયભાઈ વાળા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.