Main Menu

અમરેલી જીલ્લા માં ગત વર્ષ કરતા આ વર્ષે રવિપાક નું વાવેતર ઘટ્યું

અમરેલી જીલ્લામાં ગત ચોમાસામાં ભરપુર વરસાદ થયો હતો. જેના પગલે ભુતળના પાણી અને જળાશયોમાં પાણી ભરેલા હોય ઓણ સાલ રવિપાકનું 25022 હેક્ટરમાં વાવેતર થયુ છે. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રવિપાકના વાવેતરમાં ઘટાડો થયો છે. અમરેલી જીલ્લામાં સૌથી વધુ 8350 હેક્ટરમાં ઘાસચારાનું અને 7470 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયુ છે.અમરેલી જીલ્લામાં સિંચાઇની પુરતી સુવિધા નથી. ખેતિવાડી માટે અહિં નર્મદાના નિર તો મળતા જ નથી. પરંતુ સ્થાનિક લેવલે પણ સિંચાઇની કોઇ મોટી સુવિધા નથી. અહીંના જળાશયો પણ નાના-નાના છે અને તેના થકી બહુ ઓછા વિસ્તારમાં સિંચાઇની સુવિધા આપી શકાય છે. આ સુવિધા પણ નામમાત્રની છે. જેના પગલે જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં માત્ર ચોમાસા દરમિયાન જ ખેતી થાય છે. જેને પગલે રવિપાકનું વાવેતર અન્ય જીલ્લાઓની સરખામણીમાં અહિં ઓછુ હોય છે. ચાલુ શીયાળામાં અમરેલી જીલ્લામાં કુલ વાવેતર લાયક સાડા પાંચ લાખ હેક્ટર વિસ્તારમાંથી માત્ર 25022 હેક્ટરમાં રવિપાકનું વાવેતર થયુ છે.