Main Menu

રંધોળા નજીક માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા નિર્દોષ નાગરિકોને રૂ. ૪ લાખની સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર-રાજકોટ માર્ગ પર રંધોળા નજીક ટ્રક નદીમાં પડી જવાથી નડેલા ગમખ્વાર અકસ્માતમાં જાન ગુમાવનારા નિર્દોષ નાગરિકો પ્રત્યે કનિદૈ લાકિઅ સમગ્ર રાજયની જનતા વતી સંવેદના અને શોકની લાગણી વ્યકત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ ભાવનગરના રંધોળા પાસે મંગળવારે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં કનિદૈ લાકિઅ જાન ગુમાવનારા અકિલા પ્રત્યેક નિર્દોષ વ્યકિતઓના વારસદારોને રૂ. ૪ લાખની સહાય ખાસ કિસ્સામાં મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કનિદૈ લાકિઅ કરી છે.  આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે તેમણે જિલ્લાના અકીલા આરોગ્ય અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. મૃતકોના કનિદૈ લાકિઅ મૃતદેહ પરિવારજનોને ત્વરાએ સોંપવામાં આવે તે માટે તથા ઘટનાની તપાસ માટે પણ મુખ્યમંત્રીશ્રીએ આદેશો આપ્યા છે.  શ્રી વિજયભાઇ રૂપાણીએ મૃતકોના શોક કનિદૈ લાકિઅ સંતપ્ત પરિવારજનોને દિલસોજી પાઠવતાં દિવંગત મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના પણ કરી છે.