Main Menu

GST રિટર્નની સમય મર્યાદામાં ૩ મહિનાનો વધારો, ઈ-વે બિલ એપ્રિલથી લાગુ

ઉદ્યોગ અને વ્યવસ્થા જગત માટે GST રિટર્નની વર્તમાન વ્યવસ્થા જૂન સુધીમાં બહાર પાડવામાં આવશે. GST કાઉન્સિલે શનિવારે યોજાયેલ બેઠકમાં રિટર્ન દાખલ કરવાની હાલની જીએસટીઆર-૩ બી વ્યવસ્થાને ૩ મહિના માટે વધારી છે. વિત્ત મંત્રી અરુણ જેટલીએ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ જાણકારી આપી હતી.

તેમને જણવ્યું કે એક રાજ્યથી બીજા રાજ્યમાં માલની આપલે માટે ઈલેક્ટ્રોનિક-વે બિલ એટલેકે ઈ-વે બિલને એક એપ્રિલથી લાગૂ કરવામાં આવશે. રાજ્યમાં ઈ-વે બિલને 15 એપ્રિલથી લાગૂ કરવામાં આવશે અને 1 જૂન સુધી દરેક રાજ્યમાં લાગૂ કરી દેવામાં આવશે.

GST કાઉન્સિલ શનિવારની બેઠકમાં GSTના સરળ ફોર્મ વિશે કોઈ નિર્ણય પર પોહચી નથી શકી. કાઉન્સિલે આ સંબંધમાં બિહારના ઉપ-મુખ્યમંત્રી સુશીલ મોદીની અધ્યક્ષ સમિતિને એક પેજનું ફોર્મ તૈયાર કરવા કહ્યું છે. જે સરળ અને ટેક્સ ચોરીથી નિજાત આપે તેવું હોય. જેટલીએ જણાવ્યું GST રિટર્ન દાખલ કરવાની હાલની જીએસટીઆર-૩ બી વ્યવસ્થાને ૩ મહિના માટે વધારી છે. આ સાથે નિકાસકારોને આપેલી છુટને પણ ૬ મહિના એટલે કે સપ્ટેમ્બર સુધી રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.