Main Menu

ભાવનગર-મોડાસા બસમાં બીપ્..બીપ્..થતાં પેસેન્જર ભયભીત

ભાવનગર એસ.ટી.વિભાગ સહિત રાજ્યના મોટાભાગના ડેપોની બસો ખખડધજ થઈ જવા છતાં પણ વર્કશોપમાં કામ કરતાં ફોરમેન સ્ટાફ દ્વારા તેના રિપેરીંગકામમાં કંજૂસાઈ કરવામાં આવતી હોય છે. વર્કશોપના સ્ટાફની મનમાની અને ઉચ્ચ અધિકારીઓની લાપરવાહીના કારણે બસોને રોડ પર દોડાવાતાં છાસવારે અધવચાળે ખોટકાઈ જતાં મુસાફરોને રઝળી પડવાનો વારો આવે છે.

આવી જ હાલત આજે ભાવનગર-મોડાસા રૃટની બસની નિરમા પાટિયા નજીક થઈ હતી. આજે રવિવારે ભાવનગર બસ સ્ટેશનમાંથી ઉપડેલી ભાવનગર-મોડાસા રૃટની બસ નં. જી.જે.૧૮. ઝેડ. ર૩૩૧ હાઈ વે પર નિરમા પાટિયા પાસે પહોંચતાં ડ્રાઈવર કેબીનમાં એકાએક બીપ્.. બીપ્..બીપ્.અવાજ ચાલું થઈ જતાં ઘડીભર તો પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, સમયસૂચકતાં વાપરીને ડ્રાઈવર ભીખાભાઈ પટેલએ બસને સાઈડમાં લઈ થોભાવી દીધી હતી અને મુસાફરોને નીચે ઊતારી દીધાં હતા. બાદમાં ડ્રાઈવર ભીખાભાઈ પટેલ અને કન્ડક્ટર કીરીટભાઈએ ફાયર બ્રિગેડની જેમ પાણીનો મારો ચલાવતાં બીપ્..બીપ્..બીપ્.. અવાજ બંધ થઈ ગયો હતો અને બસના સારથિ ચાલકે વળી પાછી સફરયાત્રા ચાલુ કરી દીધી હતી અને પીપળી નજીક હોટેલ ઉપર હોલ્ટ કરી મુસાફરોને ચા-નાસ્તો પાણી કરટ્વવા ઈન્ટરવલ આપ્યો હતો. જેમાં બસ ડ્રાઈવર-કન્ડક્ટરએ પણ નાસ્તો-પાણી કર્યા બાદ બસને પણ પાણી પીવડાવતાં બીપ્..બીપ્..અવાજ આવતો બંધ થઈ ગયો હતો અને બસ સવારી ઝટ્..ઝટ્..અમદાવાદ વાયા મોડાસા મુકામે પહોંચવા માટે આગળ ધપતી રહી હ

તી. ભાવનગર-મોડાસા રૃટની બસના ડ્રાઈવર ભીખભાઈ પટેલ તથા કન્ડક્ટકર કીરીટભાઈએ સમયસૂચકતાં વાપરી બસને ઘડીભર આરામ કરાવી હાથવગા સાધનનો ઉપયોગ કરી મુસાફરોના કંઈક અઘટીત ઘટવાની આશંકાનો છેદ ઊડાડી દીધો હતો.