Main Menu

બોટાદમાં મેઘાણી વંદના અંગેનો રંગ કસુંબલ ડાયરો માણવા લોકો ઉમટયા

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૧મી પુણ્યતિથિએ એમની કર્મ-નિર્માણભૂમિ બોટાદ ખાતે મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરા)નું ભવ્ય આયોજન સુરક્ષા સેતુ સોસાયટી-બોટાદ જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયુ હતું. વિશાળ માનવી મેદનીએ મોડી રાત સુધી કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો. યુવા પેઢીની વિશે ઉપસ્થિતિ રહી હતી.

પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, પૂર્વ નાણા મંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ, બોટાદ નગરપાલિકા પ્રમુખ બીનાબેન મહેતા અને ઉપપ્રમુખ કિશોરભાઈ પાટીવાળા, બોટાદ એપીએમસી ચેરમેન ડી.એમ.પટેલ અને વાઈસ-ચેરમેન જોરૃભાઈ ધાધલ, બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ચેરમેન મનહરભાઈ માતરીયા, રાણપુર એપીએમસી ચેરમેન નરેન્દ્રભાઈ દવે, એલસીબી પી.આઈ એચ.આર.ગોસ્વામી, બોટાદ પીઆઈ જે.એમ.સોલંકી, એલઆઈબી પીઆઈ યુ.બી.ધાખડા, એસઓજી પીઆઈ (ઈનચાર્જ) એસ.એન.રામાણી, ગઢડા પીએસઆઈ આર.બી.કરમટીયા, ઢસા પીએસઆઈ એ.પી.સલૈયા, પીએસઆઈ સગર, ટ્રાફીક પીએસઆઈ દેસાઈ તથા પોલીસ પરિવાર તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, નગરજનો અને મેઘાણી ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, દમયંતીબેન બરડાઈ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડયા અને નવનીત શુક્લાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. લોકસાહિત્યકાર-વાર્તાકાર ગોપાલ બારોટે ઝવેરચંદ મેઘાણીના જીવન-સાહિત્ય વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરી હતી.