Main Menu

જાહેરમાં જુગાર રમતાં ૭ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ.

આજરોજ ભાવનગર એલ.સી.બી. નાં સ્ટાફનાં અધિકારી/ કર્મચારીઓ એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન ભાવનગર, દેસાઇનગર સામે આવેલ ત્રિપદા કોમ્પ્લેકસની પાછળનાં ભાગે આવેલ ગોકુળધામ સોસાયટીનાં જાહેર રોડ ઉપર ઇલે. લાઇટનાં થાંભલા નીચે અમુક ઇસમો ભેગાં થઇ ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે.તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો હારજીતનો *જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૭ માણસો ગંજીપતાનાં પાના,મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૭૮,૦૦૦/-, મો.સા./રીક્ષા કિ.રૂ.૧,૪૦,૦૦૦/- તથા રોકડ રૂ.૯૪,૮૦૦/-મળી કુલ રૂ.૩,૧૨,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.*

1.      મેહુલભાઇ દેવાભાઇ ચોહલા ઉ.વ.૨૬ રહે.પ્રાથમિક શાળા સામે,ફુલસર,ભાવનગર
2.      અશોકભાઇ કરશનભાઇ ચોહલા ઉ.વ.૨૫ રહે.મફતનગર, ઇન્દિરાનગર યાર્ડની પાછળ, ભાવનગર
3.      રમેશભાઇ સાજણભાઇ મેર ઉ.વ.૩૬ રહે.પ્લોટ નં.૫૪,શેરી નં.૫,સરીતા સોસાયટી,ભાવનગર
4.      બુધાભાઇ સોંડાભાઇ બાબરીયા ઉ.વ.૩૦ રહે.મફતનગર, મઢુલી પાસે, ફુલસર, ભાવનગર
5.      હરેશભાઇ કરશનભાઇ આલગોતર ઉ.વ.૩૧ રહે.શેરી નં.૨,પેટ્રોલ પંપ સામે,દેસાઇનગર, ભાવનગર
6.      વિપુલભાઇ કરશનભાઇ મોરડીયા ઉ.વ.૩૬ રહે.પ્લોટ નં.૧૪,શેરી નં.૨,સરીતા સોસાયટી, ભાવનગર
7.      પરેશભાઇ પ્રવિણભાઇ સોલંકી ઉ.વ.૨૬ રહે.બાપાની મઢી પાસે, જુનું ગામ,ફુલસર,ભાવનગર

*આમ,જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૭ ઇસમોને કુલ રૂ.૩,૧૨,૮૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડવામાં ભાવનગર એલ.સી.બી.ને સફળતા મળેલ છે.*

*_આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, હર્ષદભાઇ ગોહિલ, શિવરાજસિંહ સરવૈયા, ભીખુભાઇ બુકેરા, સત્યજીતસિંહ ગોહિલ, સંજયસિંહ ઝાલા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં