Main Menu

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી બની પ્રતિષ્ઠાનો જંગ, ભાજપ-કોંગ્રેસે ઊભા કર્યા ત્રીજા ઉમેદવાર

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ફરી એકવાર પ્રતિષ્ઠાનો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ તરફથી બે-બે ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. પણ હાલમાં ભાજપ અને કોંગ્રેસે ત્રીજા ઉમેદવારોએ નામ નોંધાવતાં ફરી ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. ભાજપ તરફથી કિરીટ સિંહ રાણાએ ઉમેદવારી ફોર્મ ભર્યું.જ્યારે કોંગ્રેસ તરફથી પી. કે વાલેરાએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું. આમ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીને લઇને ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે ત્રીજો ઉમેદવાર ઉભો કરતા અનેક તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ તરફથી નારણ રાઠવાનું ફોર્મ રદ્દ થવાની આશંકાને પગલે ત્રીજા ઉમેદવારનું ફોર્મ ભરાવ્યું હોવાની વાતો તેજ બની છે.કોંગ્રેસે અપક્ષમાંથી પી. કે. વાલેરાને મેદાનમાં ઉતાર્યા છે. પી. કે. વાલેર કોંગ્રેસના નેતા બન્યા છે.