Main Menu

સંવેદન ગૃપ દ્વારા 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યાં

બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત નેશનલ ઈમ્યુ નાઈઝેશન ડે 11 માર્ચ રવિવારના રોજ અમરેલીના નવ નિર્મિત નાગનાથ મહાદેવ બસ સ્ટોપ પર સૌ પ્રથમવાર સંવેદન ગૃપ દ્વારા 05 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યાં. પોલિયો જાગૃતિ માટે બાળરોગ નિષ્ણાત ડૉ. જયદીપ પટેલ (કલરવ હોસ્પિટલ), જીલ્લા ભાજપના મંત્રી અને પૂર્વ નગરસેવક અલકાબેન દેસાઈએ ઉપસ્થિત રહી નાના બસ સ્ટેન્ડ પર બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા હતા. આ પોલિયો બૂથને સફળ બનાવવા સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, ભરત ચાવડા તથા ધર્મેન્દ્ર લલાડિયાએ જહેમત ઉઠાવી હતી તેમજ પોલિયો બુથ પર અમરેલીના અર્બન હેલ્થ ઓફિસર ડૉ. એસ. બી. સતાણી, એફ. એચ. ડબલ્યુ. હર્ષા ગેહલોત, આશા વર્કર રૂકસાના રફાઈ, રાધિકા હોસ્પિટલના નર્સિંગ સ્ટુડન્ટ નેહા રફાળિયા તથા એકતા પરમારે ખૂબ સુંદર સેવા બજાવી 100 થી વધુ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા હતાં. સૌ બાળકોને સંવેદન ગૃપ દ્વારા બિસ્કિટ-ચોકલેટ્સ આપવામાં આવ્યાં હતા તેમ ગૃપના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.