Main Menu

ગઢડાના હેડકોન્સ્ટેબલ ર૦ હજારની લાંચ લેતાં પકડાયાં

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડકોન્સ્ટેબલ આજે ઢળતી સાંજના સુમારે રૃા.ર૦,૦૦૦ની લાંચ લેતાં રાજકોટ એસીબીની ટ્રેપમાં આબાદ પકડાઈ ગયા હતા. જેની ધરપકડ કરી એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઢડા પોલીસમથકના હેડકોન્સ્ટેબલ લાંચ લેતાં ઝડપાઈ જવાના પગલે ભાવનગર અને બોટાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

વિશ્વસનીય વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર રાણપુર પોલીસ સ્ટેશનમાં માહે વર્ષ સપ્ટેમ્બર ર૦૧૭ માં ફરિયાદી વિરૃધ્ધ ઉચાપતનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં તત્કાલીન તપાસ અધિકારીએ બે આરોપીને આગોતરા જામીન મળે તથા અન્ય આરોપીને હેરાન નહિ કરવાના રૃા.ર,ર૦,૦૦૦ નક્કી કરાયા હતા. જે પૈકી રૃા.ર,૦૦,૦૦૦ની ધીંગી લાંચની રકમ ચુકવાઈ ગઈ હતી અને તપાસનીશ અધિકારીની ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતાં હોઈ અને બાકી રહેતાં રૃા.ર૦હજારની લાંચની રકમ આજરોજ તા.૧ર/૩ ના સાંજે તપાસકર્તા અધિકારી વતી સ્વીકારતાં રાજકોટ એસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.બી.જાની તથા રાજકોટ ગ્રામ્ય એસીબીની ટ્રેપમાં પ્રકાશ જગદીશભાઈ કુકડિયા (હાલ હેડકોન્સ્ટેબલ ગઢડા પોલીસસ્ટેશન) ઝડપાઈ ગયા હતા. જેની વિધિવત ધરપકડ કરી એસીબીએ કાયદેસરની કાર્યવાહી કરી હતી.