Main Menu

બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન ની તબિયત લથડી, સેટ પર પહોચી ડોકટરોની ટીમ

અમિતાભ બચ્ચન ને લઈને એક મોટી ખબર સામે આવી છે. બિગબી જોધપુરમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ નું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની તબિયત ખરાબ થવાની ખબર સામે આવી છે. બિગબીએ સવારે ૩ વાગ્યા સુધી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે. આ વાતની માહિતી તેમણે તેમના બ્લોગમાં આપી છે. શરૂઆતમાં ખબર હતી કે, તપાસ માટે અમિતાભ મુંબઈ પરત આવશે પરંતુ હવે એવી ખબર સામે આવી છે કે, ડોકટરોની એક ટીમ જોધપુરમાં જ અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્યની તપાસ કરશે.આ સમયે અમિતાભ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના શૂટિંગ માટે રાજસ્થાનના જોધપુરમાં છે. તેમણે તેમના બ્લોગમાં જણાવ્યું કે, તબિયત ખરાબ લાગી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમિતાભના ચેકઅપ માટે ડોકટરોની ટીમ જોધપુર એરપોર્ટ પર પહોચી ગઈ છે. તપાસ માટે ડોકટરોની ટીમ હોટલ માટે રવાના થશે. થોડા દિવસ પહેલા જ કોકિલાબેન હોસ્પિટલમાં અમિતાભનો રૂટીન ચેકઅપ થયો હતો.