Main Menu

ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર ને સસ્પેન્ડ કરાયા

ગુજરાત વિધાનસભામાં ચાલુ ચર્ચાએ લોકમાંગણીનો અવાજ ઉઠાવી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર ને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેના પગલે કોંગ્રેસના બીજા ધારાસભ્યોએ પણ ઉભા થઈને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વોક આઉટ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષના આ વર્તન બાદ તેમણે સ્પીકર વિરોધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના લાઠીના ધારાસભ્ય તેમજ પૂર્વ સાંસદ અને સિનિયર નેતા વીરજી ઠુમ્મરને સસ્પેન્ડ કરવામાં મુદ્દે વિધાનસભા અધ્યક્ષ પક્ષપાતી વલણ ધરાવતા હોવાનો સુત્રોચ્ચાર પણ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે , આ પૂર્વે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે ગૃહમાં બજેટ રજુ કરતા હતા તે સમયે ખેડૂતોના મુદ્દે બોલવાનું શરૂ કરતાની સાથે જ વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અને ખેડૂત અગ્રણી હર્ષદ રિબડીયાએ ગૃહમા માટી વાળી મગફળી ઉછાળી હતી અને મગફળી કૌભાંડ નો મુદ્દો ઉછાલ્યો હતો ટેકા ના ભાવે ખેડૂતો ની મગફળી ઓછી અને મળતીયાઓ ની મગફળી વધુ ખરીદી કરી છે તેવા આક્ષેપો કરેલ પરંતુ ખેડૂત વિરોધી ભાજપ દ્વારા ગૃહ માંથી ખેડૂત નેતા ને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ પૂર્વે પણ ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભાજપના મળતીયાઓએ વ્યાપક ભષ્ટાચાર કરીને ભષ્ટાચારના પાપને છુપાવવા મગફળીના ગોડાઉનો સળગાવીને પુરાવા નાશ કરવાના કારસાઓ ભાજપની સરકારના ઈશારે થતા હોવાનો સણસણતો આક્ષેપ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરીને ટેકાના ભાવની મગફળીની ખરીદ કરતી ભાજપ સમર્પિત સંસ્થા અંગે પણ યોગ્ય તપાસની માંગણી કરીને રાજ્યની સરકાર સામે બાંયો ચડાવી છે.