Main Menu

વડોદરાના આંદોલનને ટેકો, તળાજાના વકિલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા

વડોદરામાં વકીલો સાથે થયેલ પોલીસ વ્યવહારના ઘેરા પડઘા તળાજામાં પડયા હતા. તળાજા વકીલ મંડળએ આજે મંગળવારે ઠરાવ વડોદરાની ઘટનાને વખોડી ત્યાં ચાલતા આંદોલનને ટેકો આપવાના ભાગરૃપે આજે અહીં પણ કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા.

તળાજા બાર એસો.ના અધ્યક્ષ ર્હાિદકભાઈ ઓઝાના જણાવ્યા પ્રમાણે તળાજા બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવેલ કે ગઈકાલે વડોદરામાં બનેલ નવા કોર્ટ સંકુલમાં વકિલો ડિસ્ટ્રીક્ટ જ્જને બેઠક વ્યવસ્થા અંગે રજૂઆત કરવા ગયેલા ત્યારે પોલીસ બોલાવેલ અને લાઠી ચાર્જ કરવામાં આવેલ. તે ઘટનાને દુઃખદ ગણાવેલ છે.