Main Menu

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીન મહેસુલ વસુલાત ઝુંબેશ

ઉપરોક્ત જમીન મહેસુલ વસુલાત ઝુંબેશ અંતર્ગત તા.૧૯ – ૦૩ – ૨૦૧૮ અને તા.૨૦ – ૦૩ – ૨૦૧૮ નાં રોજ કુંભારવાડા ખાતે બાનુબેનની વાડી તેમજ મિલની ચાલી ખાતે આયોજિત વસુલાત અંગેના કેમ્પ વિષયે જણાવવાનું કે, આ બંને વિસ્તારના પ્લોટધારકો દ્વારા રૂ.૬૦,૮૨૭ / – (અંકે રૂપિયા સાઈઠ હજાર આઠસો સત્યાવીસ પૂરા) ની મહેસુલી આવક થયેલ છે, આ કેમ્પમાં સીટી મામલતદાર કચેરીના મહેસુલી તલાટીઓ શ્રી નિકુંજભાઈ ત્રિવેદી, શ્રી જયપાલસિંહ ગોહિલ, શ્રી જયેન્દ્ર રૂપેરા ઉપસ્થિત રહેલ તેમજ ગ્રામ્ય મામલતદાર કચેરીના મહેસુલી તલાટીઓ શ્રી દર્શક ધાંધલ્યા અને શ્રી તુષાર ગઢવી કેમ્પમાં ઉપસ્થિત રહેવાની સાથોસાથ બંને કેમ્પના આયોજન માટે પેમ્ફલેટ વિતરણ કરવું, નોટીસ બજવણી કરવી, સ્થાનિક વિસ્તારમાં રીક્ષામાં લાઉડ-સ્પિકર લગાવીને પ્લોટધારકોમાં જમીન મહેસુલ અંગેની સમજ આપવી વિગેરે મહત્વપૂર્ણ સહયોગ કરેલ છે. આ માટે તેમનો તેમજ તમામ સ્થાનિક અખબારોનો પણ કેમ્પનાં આયોજનો અંગે યોગ્ય કવરેજ આપવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ.

 

તેમજ, હવે જે કોઈ પ્લોટધારકે આ મહેસુલ ભરેલ નથી તેમને અત્રેની કચેરી ખાતે રૂબરૂમાં મહેસુલી તલાટીનો સંપર્ક કરી મહેસુલનાં નાણા સત્વરે ભરી આપવાના રહેશે. ત્યારબાદ જમીન મહેસુલ કાયદાની કલમ – ૧૫૪ મુજબની જંગમ મિલકતની જપ્તી અંગેની કાર્યવાહી શરુ કરવામાં આવનાર છે. આ બાબતને ગંભીરતાથી લઈને તમામ પ્લોટધારકો એ જમીન મહેસુલ ભરી પહોંચ મેળવી લેવાની રહેશે.