Main Menu

મહુવાની બેંકમાં હેડ કેશીયરનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા બેંક કર્મચારીએ મહુવા બેંક ઓફ બરોડામાં ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયા હતા. જ્યારે તેઓ પાસેથી મળી આવેલ સુસાઈડ નોટમાં અન્ય કર્મચારીઓના ત્રાસના કારણે પગલું ભર્યું હોવાનું ચર્ચામાં આવ્યું હતું. ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં જગન્નાથ-૧માં રહેતા અને મહુવા ખાતે બેંક ઓફ બરોડામાં હેડ કેશીયર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ નાનાલાલ વ્યાસ (ઉ.વ.૫૨)એ આજે સવારે બેંકમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે મહુવાની ખાનગી હોસ્પીટલમાં આવ્યા હતા જ્યાં તેઓની સ્થિતી ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા મહુવા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા તેઓ પાસેથી એક સુસાઈડ નોટ મળી આવેલ જેમાં અન્ય કર્મચારીઓની હેરાનગતીથી કંટાળીને પગલુ ભર્યું હોવાનો આક્ષેપ કરતા જણાવ્યાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી.