Main Menu

મહુવાની પારેખ કોલેજ પાસે છેડતીકેસમાં ત્રણની ધરપકડ

મહુવા શહેરમાં આવેલી પારેખ કોલેજ નજીક પસાર થતી સગીરાનો એક્ટીવા સ્કૂટર પાછળ પીછો કરી ત્રણ શખસે છેડતી કર્યાની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં તરૃણીના વાલીએ નોંધાવી હતી. પોલીસે ત્રણે શખસની અટકાયત કરી કોર્ટહવાલે કરતાં અદાલતે જેલમાં મોકલી આપવાનો આદેશ કરતાં જેલહવાલે કરાયા હતા.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મહુવા શહેરમાં પારેખ કોલેજ પાસેથી ગત તા.૯/૪ ના રાત્રિના સુમારે પોતાના ઘર તરફ જતી તરૃણીની પાછળ પાછળ કાળા કલરના એક્ટીવા સ્કૂટર ઉપર જઈ આરોપી કિશોર મોહનભાઈ, આશીષ રાજુભાઈ, સંજય રવજીભાઈએ સગીરાને હેરાન કર્યાની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં તરૃણીના વાલીએ નોંધાવી હતી. પોલીસે ત્રણે શખસની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતાં અદાલતે જેલવોરંટ ભરી પોલીસે તમામને જેલહવાલે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.