Main Menu

લાઠીમાં 2 દલીત ખેડૂતોની જમીન પર ઉધોગપતિએ કર્યું દબાણ…દલિત ખેડૂત 10 દિવસ થી બેઠા છે મામલતદાર કચેરીએ ઉપવાસ પર…ઉદ્યોગપતિ હોવાથી કોઈ ધ્યાન દેતું નથી…જુઓ અહેવાલ

એક તરફ દલિતો પ્રત્યે સરકાર લાગણીશીલ હોવાની વાતો કરે છે તો અમરેલી જિલ્લાના લાઠીમાં 2 દલીત ખેડૂતોની જમીન પર ઉધોગપતિ એ  દબાણ કરી સરકારી પડતર જમીન પર કબજો કરી સરોવર બનાવીને પર્યટન સ્થળ બનાવાઈ રહ્યું છે અને લાચાર દલીત ખેડૂતો મામલતદાર કચેરીએ ઉપવાસ આંદોલન કરીને પોતાના હક્કની જમીન માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે.અમરેલી જિલ્લાનું લાઠી ગામ… કવિ કલાપી ની નગરી ગણાતું લાઠી ગામ ની મામલતદાર કચેરીએ છેલ્લા આંઠ દિવસથી ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામીને 2 દલીત ખેડૂતો આંદોલન કરી રહ્યા છે સાંથળી માં મળેલી જમીન પર સુરતના ઉધોગપતિ એ આજુબાજુની જમીનો ખરીદીને સરોવર નિર્માણ કાર્ય ચાલુ છે પણ નદી ઊંડી ઉતારીને સરકારી પડતર જમીન પર કબજો કરીને ઉધોગપતિ સવજી ધોળકિયા પોતાના ટ્રસ્ટ ના નેજ નીચે પાલિકા, અને બે ગામની પંચાયત પાસેથી જમીનનો કરાર કરીને જમીન પર કબજો જમાવ્યો છે તો દલીત ખેડૂતની સાંથળી માં મળેલી જમીન ફળદ્રુપતા ગુમાવીને પાક મેળવવા મજબૂર બનીને ઉધોગપતિ સામે મામલતદાર કચેરી સામે વૃક્ષ નીચે આંદોલન આરંભ કર્યો છે.લાઠીના દુધાળા રોડ પર આવેલી સાંથળી માં સરકાર દ્વારા મળેલી સાડા સાત વિઘા જમીન પર નિર્માણ પામતા સરોવરને કારણે જમીન બંજર બની છે વરસાદી પાણીનો નિહાર નથી રહ્યો ત્યારે જે.સી.બી.હિતાચી  મશીનો દ્વારા માટી કાઢીને દલીત ખેડૂતના પાળા પર નાખી દીધી છે રજ અને માટીથી ખેડૂત સર્વોર નિર્માણ પામ્યા પહેલા પાયમાલ બન્યો છે અસજીવીક માટે એકમાત્ર ખેતી હોય ત્યારે આત્મવિલોપન કરવાની ચીમકી દલીત  ખેડૂતે ઉચ્ચારી છે ત્યારે હરિકૃષ્ણ સરોવર નિર્માણનું ઉદ્ધટન પ્રધાનમંત્રી મોદી એ કર્યું હોવાથી દલીત ખેડૂતને પરેશાન કરાવાય રહ્યો છે.સરકારશ્રીએ સાંથળી માં મળેલી જમીન પર હરિકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજ નીચે સરોવર બનાવીને દલીત ખેડુટીને પરેશાન કરવામાં આવી રહ્યા છે દલિતોના ઉત્થાન માટે સરકાર સહાયભૂત થતી હોય છે પણ ઉધોગપતિ સવજી ધોળકિયા જાણી જોઈને હેરાન કરે છે ને તંત્ર લાચાર બન્યું હોય તેવો ખેડૂત વસવસો વ્યક્ત કરી રહ્યા છે.લાઠી ના ઉધોગપતિ દ્વારા હરિકૃષ્ણ તળાવ બાંધ્યું છે દલીત ખેડૂતના ખેતરમાં પાણી ન ભરાઈ અને પાકને નુકશાન ન થાય તે માટે વ્યવષ્ઠા કરી દિધી હોવાનું જણાવી રહ્યા છે તો પોતાના લેવલથી થતી કામગીરીનો પ્રશ્ન હલ કરી દીધું હોવાનું મામલતદાર જણાવી રહ્યા છે ત્યારે દલિત ખેડૂતની જમીન ઉધોગપતિએ પચાવી પાડવા માટે કાવાદાવા કરતા હોવાનું દલીત ખેડૂતે જણાવ્યું હતું.દલીત ખેડૂતની જમીન ઉધોગપતિ સવજી ધોળકિયા એ વેચાણથી માંગેલી પણ દલીત ખેડૂત દ્વારા ઇનકાર કરવામાં આવતા ઉધોગપતિ દ્વારા તળાવ બનાવી એ પાળા બનાવીને ઈરાદાપૂર્વક હેરાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ દલીત ખેડૂતો કરી રહ્યા છે ત્યારે  તંત્ર પણ ઉધોગપતિ ના શરણે શરમ અનુભવતું હોવાથી લાચાર ખેડૂતો વેદના અનુભવી ઉપવાસ આંદોલન કરીને તંત્ર પાસે આજીવિકા માટે લડત કરી  રહ્યા છે હવે ન્યાય મળશે કે ઉધોગપતિ એ કરેલ દબાણ દાદાગીરી યથાવત રહેશે તેતો સમય જ કહેશે……