Main Menu

“સ્કીલ ઇન્ડિયા” અને “મેઇક ઇન ઇન્ડિયા” નું શ્રેષ્ઠ મોડેલ એટલે અમાન ઇન્ડિયા પ્રા.લી. : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

આજરોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા એ મહેસાણા સ્થિત અમાન (AMMANN) ઇન્ડિયા પ્રા.લિ. ખાતે “અમાન એકેડેમી” નું ઉદ્દઘાટન કરેલ. આ પ્રસંગે જણાવેલ કે, અમાન
ઇન્ડિયા પ્રા.લિ. અને અમાન એકેડેમી એ “મેઇક ઇન ઇન્ડિયા” અને “સ્કીલ ઇન્ડિયા”નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્વીત્ઝર્લેન્ડ બેઈઝ અમાન ઇન્ડિયા પ્રા.લિ. કંપની દ્વારા મહેસાણા નજીક રોડ બિલ્ડીંગ મશીનરીનો પ્લાન સ્થાપેલ છે જેમાં આસ્ફાલ્ટ મીક્ષીંગ પ્લાન્ટ, પેવર ફિનીશર, રલીર જેવા મશીનનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પ્લાન્ટનું વાર્ષિક ઉત્પાદન વર્ષ ૧૦૦૦ થી વધુ મશીન જેટલું છે. અમાન ઇન્ડિયા પ્રા.લિ. દ્વારા સ્કીલ ઇન્ડિયાનાં ભાગ રુપે “અમાન એકેડેમી” ની સ્થાપના કરેલ છે. જેમાં ઓપરેટર અને ટેકનિશિયનની ઓન જોબ તાલીમ આપવામાં આવી રહી છે. આગામી ૫ વર્ષ દરમિયાન ૨૦૦૦ વધુ લોકોને તાલીમ આપવામાં આવશે. આમ, કંપની જે લોકો મશીન ખરીદે તેની સાથે સીધા જ તાલીમી ઉમેદવારોને જોડી દેતા હોઈ રોજગારીની તકો મહત્તમ બની જાય છે. કંપની દ્વારા તેમના પ્લાન્ટની નિકાસ પણ મોટાપાયે કરવામાં આવતી હોઈ આ પ્રોજેક્ટ “મેઇક ઇન ઇન્ડિયા” અને “સ્કીલ ઇન્ડિયા” નું ઉત્તમ ઉદાહરણ છે.