Main Menu

રાજ્યમાં કાળઝાર ગરમી, ત્રણ શહેરોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી

હવામાન ખાતા પાસેથી મળતા તાપમાનના આંકડા પ્રમાણે શનિવારે રાજ્યના ત્રણ શહેરોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. આ શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં યલો સિગ્નલ આપવામાં આવ્યું છે. બપોરના સમયે શહેરીજનોએ કામવગર બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.રાજ્યના બીજા શહેરોના તાપમાનની વાત કરીએ તો મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. ડીસાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી, વડોદરાનું મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી, રાજકોટનું મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી, સુરેન્દ્રનગરનું 40.8 ડિગ્રી, ભુજ અને કંડલા એરપોર્ટનું 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચકાય તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે.