Main Menu

અધ્યક્ષની ચૂંટણીમાં કડવો ઘૂંટ પીનારા પ્રવીણ તોગડિયાએ VHPને રામ-રામ કહ્યાં

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ VHPને રામ રામ કહી દીધા છે. અધ્યક્ષની ચૂંટણીમાં પરાજયનો કડવો ઘૂંટ પીનારા તોગડિયાએ 32 વર્ષ બાદ VHP સાથેનો છેડો ફાડ્યો છે અને મંગળવારથી અમદાવાદમાં અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે.

તેમણે નવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ કોકજેને અભિનંદન આપ્યા હતા. સાથે જ બગાવતના સૂરમાં કહ્યું હતું કે મોડી લડાઈ લડવા માટે નાની લડાઈમાં હાર્યો છું. હવે મોટી લડાઈ શરૂ થઈ છે. જોકે તોગડિયાએ નવા સંગઠનની રચનાનો ઈનકાર કર્યો છે. તોગડિયાએ દાવો કર્યો કે સંસદમાં કાયદો બનાવડાવીને રામમંદિર બનાવીશું. આ માટે ભવિષ્યમાં પણ 100 કરોડ હિંદુઓનો અવાજ ઉઠાવતો રહીશ.