Main Menu

સુભાષનગરમાં બંધમકાનના દરવાજાનો નકૂચો કાપી ચોરી

શહેરના સુભાષનગર, એરપોર્ટ રોડ પરની નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર વેકેશનમાં બહારગામ ગયો હતો અને બંધમકાનના દરવાજાનો નકૂચો તોડી તસ્કરો કબાટમાં રાખેલાં સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ મળી અડધા લાખની મતાની હાથકી સફાઈ કરીને નવ દો ગ્યારહ થઈ ગયા હતા. આ અંગે ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખસો વિરૃધ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સુભાષનગર, એરપોર્ટ રોડ, ર૦૮, નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતાં જગદીશભાઈ મોહનભાઈ લશ્કરી (ઉવ. પ૦)એ એવી ફરિયાદ અત્રેના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં બોલાવી છે કે, ફરિયાદીનો પરિવાર વેકેશન માણવા બહારગામ ગયો હોઈ અને તેઓ ડ્રાઈવિંગના વ્યવસાય સાથે સંકળાયેલાં હોઈ ગઈકાલ તા.૧૪/૪ ના રાત્રિના ર૧/૩૦ કલાકથી ૧પ/૪ ના સવારે ૧૧/૩૦ વાગ્યા દરમિયાન મહેમાન સાથે પાલિતાણા વાહન લઈને ગયા હતા. દરમિયાનમાં ફરિયાદીના બંધમકાનને નિશાચરોએ ટાર્ગેટ કરી મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કરી રૃમમાંની તિજોરીનું લોક તોડી તેમાં રાખેલાં રોકડ રૃા.૧૦હજાર તથા સોનાની વીંટી નંગ-૩ (કિંમત રૃા.૧૩,૦૦૦) અને ચાંદીના છડા જોડ નંગ-૩ (કિંમત રૃા.ર૦હજાર) મળી કુલ રૃા.૪૩,૦૦૦ની કિંમતના મુદ્દામાલનો હાથફેરો કરીને પલાયન થઈ ગયા હતા. આ અંગે પોલીસે અજાણ્યા શખસો વિરૃધ્ધ ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.