Main Menu

ગઢડા જમીન મુદ્દે બે શખસને ૩ વર્ષની કેદની સજા ફટકારાઈ

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં રહેતાં દીનેશભાઈ જીવરાજભાઈ વઘાસીયાએ નોંધાવેલી કોર્ટ ફરિયાદમાં ગઢડામાં આવેલ ગાંધીજી ગ્રામ ઉદ્યોગ ટ્રસ્ટમાં નોકરી કરતાં દીલીપભાઈ બાલાશંકર શુકલ તથા મેનેજિંગ ટ્રસ્ટી છેલાભાઈ જદુરામ શુકલનાએ સદર ટ્રસ્ટની ખેતીની જમીન ૧૦ એકર ૧૪ ગૂંઠા વર્તમાનપત્રમાં જાહેરાત આપી વેચાણ પેટે દીનેશભાઈ જીવરાજભાઈ વઘાસીયાએ ભાગીદારો સાથે જાહેર હરાજીમાં ઊંચી બોલી રૃા.૮,૬૬,૮૧ર થી રાખી હતી. જે જમીનના ખોટા દસ્તાવેજી રેકર્ડ મામલે ટ્રસ્ટમાં નોકરી કરતાં દીલીપભાઈ બાલાશંકર શુકલ તથા મેનેજિંગ ટ્રસ્ટી છેલાભાઈ જદુરામ શુકલ સામે કોર્ટકેસ થયાં હતા. જેમાં ગઢડા કોર્ટના મેજિસ્ટ્રેટ પરમારએ બન્ને આરોપીને ગુનામાં દોષિત ઠરાવી એક વર્ષની સાદી કેદ તથા રૃા.પહજારની રકમનો દંડ અને જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. જેની સામે આરોપીઓએ સજા રદ કરાવવા તથા ફરિયાદીએ આરોપીઓની સજા વધારવાની અપીલ કરતાં કેસ બોટાદ એડીશનલ સેસન્સ કોર્ટમાં આવતાં પક્ષકારો તથા સરકારી વકીલ અનોપસિંહ ઝાલાની દલીલો, દસ્તાવેજી રેકર્ડ, આધાર પુરાવાને ધ્યાને લઈ ટ્રાયલ કોર્ટ ગઢડા દ્વારા કરાયેલી સરજા કન્ફર્મ રાખી હતી અને ઈપીકો કલમ ૧૯ર મુજબના ગુનામાં બોટાદ કોર્ટના એડીશનલ સેસન્સ જજ એમ.એ.કડીવાલાએ બન્ને આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા રૃા.૧૦,૦૦૦ની રકમનો દંડ અને આરોપી જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.