Main Menu

અમદાવાદ-ભાવનગર-સૂરત સસ્તી વિમાન સેવા શરુ, શાનદાર સ્વાગત

અમદાવાદ– ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ મહાનગર સાથે રાજ્યના જિલ્લા મથકોને હવાઇ માર્ગે જોડવાની દિશામાં આજે શરુ થયેલી અમદાવાદ-ભાવનગર-સૂરતની ફ્લાઇટ ઉડાણ ભરી ચૂકી છે. સસ્તી વિમાનયાત્રાના સરકારના પ્રયત્નોની દિશામાં આ ફ્લાઇટ તમને સસ્તામાં અને ઓછા સમયમાં નિશ્ચિત શહેરમાં પહોંચાડી આપશે. ઉડ્ડયન સેવાના પ્રારંભે પ્રથમ ફ્લાઇટને વધાવવા માટે વોટર કેનન સેલ્યૂટ આપવામાં આવી હતી.

એર ઓડિશા દ્વારા અમદાવાદ-ભાવનગર-અમદાવાદ હવાઇ સેવા અને ભાવનગર-સૂરત-ભાવનગર સેવાનો પ્રારંભ થયો છે. આ વિમાનસેવાના પ્રારંભ સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ઉડ્ડયનપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિત રહ્યાં હતાં.

વેપારધંધા માટે વારંવાર અવરજવર કરતાં લોકો અને વેકેશનગાળામાં ઝડપથી આ શહેરોમાં પહોંચવા ઇચ્છતાં લોકોને આ વિમાનીસેવાથી ઘણો લાભ થશે. અમદાવાદથી ભાવનગર સુધીની 40 મિનિટમાં હાઇ સફર થશે. અત્યાર સુધી ભાવનગર જવામાં કલાકો વેડફાય છે તે બચશે.