Main Menu

પૂ.મોરારીબાપુ દ્વારા શિકરા ગામના મૃતકનાં પરિવારજનોને સહાય

કચ્છ જીલાના ભચાઉ નજીકના શિકરા ગામે બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૧૦ વ્યકિતઓના મૃત્યુ થયા હતા. શ્રી ચિત્રકુટધામ – તલગાજરડા તરફથી શ્રી હનુમાનજીની પ્રસાદી સ્વરૂપે આ મૃતકોના પરિવારજનોને સાંત્વનારૂપે પ્રત્યેક મૃતકને રૂપિયા પાંચ હજારની સહાય પૂ. મોરારીબાપુએ મોકલાવેલ છે.

ભુજ સ્થિત ઘનશ્યામભાઇ જોશી દ્વારા આ રકમ મૃતકોના પરિવારજનોને પહોંચાડવામાં આવેલ છે. મૃતકો માટે પૂ. મોરારીબાપુએ સંવેદના વ્યકત કરી પ્રભુ પ્રાર્થના કરી છે. તેમ જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવાયું છે.