Main Menu

અમરેલી શહેરમાં રોમિયોરાજ, ચીલઝડપરાજ અને હવે તસ્કરરાજ છવાતા શહેરીજનોમાં રોષ

અમરેલી શહેરમાં છેલ્લા એકાદ વર્ષથી તસ્કર રાજનો માહોલ ઉભો થતાં શહેરીજનોની રાતની ઐંઘ હરામ થઈ ચુકી છે. પોલીસની નિષ્ક્રીયતા અને નેતાઓની નિંભરતા વચ્ચે શહેરીજનોની હાલત અતિ કફોડી બની રહી છે. શહેરમાં મહિલાઓ કે યુવતિઓને સોનાના દાગીના પહેરવા કે હાથમાં મોબાઈલ રાખવો પણ મુશ્કેલ બની રહૃાું છે. શહેરમાં ચીલઝડપનાં બનાવો વધી રહૃાા છે. શહેરમાં રોમિયોગીરી પણ પુરબહારમાં ખીલી છે.

કોઈ શહેરીજનોને સામાજીક પ્રસંગે મકાન બધં કરીને બહાર ગામ જવું હોય તો ચિંતા થાય છે. કારણ કે બધં મકાન હોય તસ્કરોનો પ્રવેશ લગભગ નિશ્ચિત બની રહૃાો છે. તાજેતરમાં જેશીંગપરાનાં રહેવાસીઓએ અધિકારી સમક્ષ તસ્કરરાજ સામે ઉગ્ર રજુઆત કરી હતી. તો કોંગી નગરસેવિકાએ પણ રાત્રી પેટ્રોલીંગ મજબુત કરવા માંગ કરી હતી. તો જિલ્લાનાં ચાર ધારાસભ્યોએ કાયદો-વ્યવસ્થા પ્રશ્ને પ્રતિક ઉપવાસ કર્યા છતાં પણ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ મજબુત બનતી નથી.

બીજી તરફ અમરેલીનાં ધારાસભ્ય પર સમગ્ર રાજયની જવાબદારી હોવાથી તેઓનો શહેરીજનો સાથેનો સંપર્ક સતત તુટી રહૃાો છે અને સત્તાધારીપક્ષનાં સાંસદ પણ શહેરીજનોની ખુલ્લી મદદ કરતાં નથી. શહેરનાં નિવેદનીયા નેતાઓનાં મોંમાં પણ મગ ભરાયા હોય શહેરીજનોની સમસ્યા અંગે હવે રાજયનાં મુખ્યમંત્રી કોઈ વ્યવસ્થા કરે તેવી માંગ ઉભી થઈ રહી છે