Main Menu

ભાવનગરમાં પાડોશી સાથે થયેલ મારામારીમાં ઇજા પામનાર દલિત વૃધ્ધાનું મોત

ભાવનગરમાં પાડોશી સાથે થયેલ મારામારીમાં ઇજા પામેલ વૃધ્ધાનુ઼ સારવાર દરમિયાન મોત નીપજયું છે.

વિગતો મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ઠકકરબાપા સોનાપરીમાં રહેતા વીરૂબેન નારણભાઇ કંટારીયા ઉ.વ.૬પ નામની દલીત વૃધ્ધા ર૭-૩ના રોજ થયેલ મારામારીમાં લાકડી વાગતા ઇજા પહોંચતા અત્રેની સરટી હોસ્પિટલ ખસેડાયેલ જયાં તેને તા.૩૦મી રજા આપવામાં આવેલ. ફરી તા.૯-૪ના રોજ તેને સારવાર માટે અત્રેની સરટી હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. આ બનાવ અંગે ડી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહયા છે.