Main Menu

એર ઓડીસા દ્વારા અમદાવાદ, ભાવનગર અને સુરત ખાતે નવીન ઉડાન સેવાનો પ્રારંભ કરતા રાજય મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગર થી સુરતનુ ઉડાન કરાવ્યુ હતુ

આજ રોજ એર ઓડીસા દ્વારા નવીન ઉડાન સેવાનો પ્રાંરભ કરતા મંત્રીશ્રી એ જણાવ્યુ હતું કે, અમદાવાદ-ભાવનગર અને ભાવનગર થી સુરત જવા રવાના કર્યુ હતુ. વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યુ હતું કે, રેલ્વે, બસ, રસ્તા માર્ગો સમયનો ઘણોજ બગાડ થતો હતો આ સેવાના લીધે સામાન્ય પ્રજાજનો, વેપારીભાઇઓ, તેમજ સમાજના નબળા વર્ગના પ્રજાજનો ને ટુંકા સમયમાં લાંબા અંતરને ટૂંકુ કરવામાં આવ્યું છે. અને ગુજરાતના અન્ય પવિત્રધામો, મોટા શહેરોમાં પણ આ વ્યવસ્થા પુરી પાડવાના પ્રયત્નો ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે તેમ તેમણે જણાવ્યુ હતું. વધુમાં ભાવનગરના સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે પણ પ્રાંસગિક ઉદ્વબોધનમાં જણાવ્યુ હતું કે, રાજય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયત્નો થકી સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં આવી સેવાનો પ્રારંભ
થયેલ છે. જે બદલ ગુજરાતના પનોતા અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે ભાવનગરના પ્રથમ નાગરિક અને મેયર નીમુબેન બાંભણીયા, પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઇ વાધાણી, કલેકટરશ્રી એમ. એ. ગાંધી, પોલીસ અઘિકારીશ્રી ઠાકર, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, શીપ એસોસીએશન, ટ્રાવેલ એજન્ટ એસોસીએશન, ભાવનગર ડાયમંડ એસોસીએશન
ભાવનગર બિલ્ડર્સ એસોસીએશનના તમામ પદાધિકારીઓએ આ નવીન ઉડાન માટે પ્રાંસગિક પ્રવચનો કર્યા હતા.