Main Menu

દહેજ-ઘોઘા વચ્ચે હવે કાર્ગો હેન્ડલિંગ સુવિધા શરુ થશેઃ મોદીને હસ્તે લોકાર્પણ

દહેજ-ઘોઘા વચ્ચે શરુ થયેલી રો રો ફેરી સવિર્સ બાદ હવે ટૂંક સમયમાં કાર્ગો હેન્ડલિંગ સુવિધા પણ શરુ થવા જઇ રહી છે. સંભવતઃ મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેવાના લોકાર્પણ માટે ગુજરાતના પ્રવાસે આવશે તેમ કેન્દ્રીય શિપિંગ અને પેટ્રાેકેમિકલ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું..
પત્રકારો સાથેની આૈપચારિક વાતચીતમાં માંડવીયાએ જણાવ્યું હતું કે, દહેજ-ઘોઘા ફેરી સવિર્સને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. હાલ આ સેવા ચાલી રહી છે તેમાં ટૂંક સમયમાં કોઇપણ નાગરિક પોતાના વાહનો સાથે જ દહેજ-ઘોઘા વચ્ચે આવનજાવન કરી શકશે. આ જહાજમાં કાર્ગોની સાથે નાગરિકો પોતાના વાહનો સાથે જ ફેરી સવિર્સનો લાભ લઇ શકશે. અહી નાેંધવુ જરુરી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહત્વાકાંક્ષી પ્રાેજેક્ટનો પ્રારંભ કર્યો ત્યારે કાર્ગો સેવાની પણ જાહેરાત કરી હતી. હાલ આ સુવિધા માટેની જરુરી માળખાકીય સુવિધાઆેને તૈયાર કરી દેવાઇ છે. તેનું ટ્રાયલ રન ટૂંક સમયમાં શરુ થશે. આ પછી મે મહિનામાં વડાપ્રધાનની અનુકૂળતા મુજબ તેના લોકાર્પણની વિધિવત જાહેરાત થશે. વધુમાં જણાવ્યું કે, દહેજ ખાતે ઊભા કરાયેલા પીસીપીઆઇઆરમાં રોડ, પોર્ટ અને રેલ કનેિક્ટવિટી વધારવા માટે જે પ્રયાસો કર્યા છે તેમાં અમદાવાદ-વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વેને મુંબઇ સુધી લંબાવવા માટે જમીન સંપાદનની કામગીરી હવે આખરી તબક્કામાં છે.