Main Menu

ભાવનગર ના ચિત્રા વિસ્તારમાં મોડી રાત્રે ટોળાનો આતંક

ભાવનગર શહેર ના ચિત્રા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં હોટલ ના બે ધંધાર્થીઓ વચ્ચે જૂની અદાવતે થયેલી બોલાચાલી દરમિયાન ૩૦ થી વધુ લોકો ના ટોળા એ મોડી રાત્રે સ્થાનિક વિસ્તારમાં આતંક મચાવ્યો હતો.તલવાર,ધારિયા તેમજ લોખંડ ના પાઈપ સહિતના હથીયારો સાથે ધસી આવેલા ટોળા એ કાર કેબીન પર હુમલો કરી કાર ને નુકશાન પહોચાડી હોટલના સંચાલક ને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.ડી.ડીવીઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.