Main Menu

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત વડીયા-કુંકાવાવના જુના બાદનપુર ખાતે પંચાયતી રાજ દિવસ નિમિત્તે ગ્રામસભા યોજવામાં આવી

ડૉ. બાબાસાહેબ જન્‍મ જયંતી નિમિત્તે તા.૧૪ એપ્રિલ-૨૦૧૮થી તા.૫ મે-૨૦૧૮
દરમિયાન ગ્રામ સ્‍વરાજ અભિયાન યોજવામાં આવ્‍યું છે. ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત વડીયા-કુંકાવાવ તાલુકાના જુના બાદનપુર ખાતે જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જાદવના અધ્‍યક્ષસ્‍થાને પંચાયતી રાજ દિવસ નિમિત્તે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જુના બાદનપુર ખાતે ગ્રામસભા યોજવામાં આવી હતી. ગ્રામસભામાં વિવિધ યોજના અમલીકરણ થનાર સામુદાયિક યોજનાની વિગતો-વ્‍યક્તિગત લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળના લાભની વિગતો જણાવવામાં આવી હતી. ગ્રામસભાનું સંચાલન ગ્રામસેવકશ્રી રાજપરાએ કર્યુ હતુ. વડાપ્રધાનશ્રીના સંબોધનનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતુ. શ્રેષ્‍ઠ ગ્રામ પંચાયત વિકાસ આયોજન માટે એવોર્ડ-ગુડ લક ગર્વનન્‍સ-સાફલ્‍થ ગાથાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. મધ્‍યપ્રદેશ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના સંબોધનને ગ્રામજનોએ સાંભળ્યું હતુ. પંચાયતી રાજ દિવસે સવારે પ્રભાતફેરી, બાલસભા અને સખીમંડળ સભા
યોજવામાં આવી હતી. જુના બાદનપુરની સ્‍માર્ટ વિલેજ તરીકે પસંદગી કરવામાં આવી
છે. સ્‍માર્ટ વિલેજ અંતર્ગત પસંદગી થયેલ ગ્રામ્ય વિસ્‍તારમાં યોજનાના અમલીકરણ
માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી એન.પી. માલવીયા, સરપંચશ્રી કલ્‍પેશભાઇ પાનસુરીયા, અગ્રણીશ્રીઓ અને જુના બાદનપુરના ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.