Main Menu

અમરેલી જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને સહાયની 8 કરોડ રૂપિયાની રકમ ફાળવવા ગુજકોમાંસોલના ડાયરેકટર દિપક માલાણીએ રાજયના કૃષિમંત્રીને પત્ર પાઠવી કરી રજુઆત…જુઓ વિડીયો

ડુંગળી પકવતા ખેડૂતો ગત વર્ષના હેરાન પરેશાન થઇ રહ્યા છે ડુંગળીના ભાવો ના મળતા ખેડૂતોને દુન્ગલીઓ રસ્તાઓ પર અમરેલી જીલ્લામાં નાખતા રાજ્યની સરકારે પ્રતિકિલો ૫૦ રૂપિયા ની સહાય જાહેર કાર્યના ૮ માસ બાદ અમરેલી જીલ્લાના હજારો ખેડૂતો હજુ રાજ્યની સરકારની સહાયથી વંચિત રહેતા ગુજકોમાસોલ ના ડીરેક્ટર દીપક માલાણી એ કૃશીમાંન્ત્રીને પત્ર પાઠવીને ૭૯૯ લાખની સહાય અમરેલી જિલ્લાને ખેડૂતો ને કરી છે.અમરેલી જીલ્લાના ખેડૂતો ની ડુંગળી સહીત અન્ય જીલ્લાના ગીર સોમનાથજુનાગઢ સહિતના જીલ્લાના ખેડૂતો માટે ડુંગળી ખરીદવાનું એકમાત્ર ભાનવગરના મહુવા નું એ.પી.એમ.સી. હોય અમરેલી જીલ્લામાં ગત વર્ષે ડુંગળી ના ભાવ ગગડતા ખેડૂતો પાયમાલ થઇ ગયા હતા ગત વર્ષે અમરેલી જીલ્લામાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર પણ વધુ કર્યું હતું પણ ડુંગળી ના ભાવ સાવ તળિયે બેસી જતા ખેડૂતોને ભારે નુકશાની થઇ હતી ત્યારે અમરેલી જીલ્લાના ખેડૂતોએ એકમાત્ર મહુવામાં દુન્ગલીઓનું વેચાણ કર્યું તેવા ખેડૂતો ને રાજ્ય સરકારે પ્રતિકિલો ૫૦ રૂપિયાની સહાય જાહેર કરી હતી જેને આજે ૮ માસ જેવો સમયગાળો વીતી ગયો છે પણ હજુ અમરેલી જીલ્લાના ખેડૂતોને ડુંગળીની સહાય મળી નથી.આંબરડી ના ખેડૂતે ડુંગળી વેચાણ કાર્યના આજે ૮ માસ વીત્યા છે ખેડૂતોને સરકારે જાહેર કરેલી સહાય હજુ મળી નથી પણ ગત મેં માસમાં આંબરડી, ડેડકડી, મેરીયાના, આંબરડી ના ખેડૂતોએ ડુંગળીના ભાવો ગગડતા રોડ રસ્તા પર દુન્ગલીઓ ધોળીને સરકાર સામે વિરોધ વ્યક્ત કરીને રોષ વ્યક્ત કર્યો હતો.ગત વર્ષે ડુંગળી ના ભાવ ગગડી જતા ખેડૂતોએ રોડ પર દુનાગ્લીઓ ફેંકી વિરોધ ખેડૂતોએ જાહેર માં કરતા સરકારે ગુન્હો દાખલ કરાવ્યો પણ પાંચાલ થી ખેડૂતો ની દશા અણી સ્થિતિ પર રહેમ નજર કરીને પ્રતીકોલો ૫૦ રૂપિયાની જાહેરાત કરતા ખેડૂતો ને હાશકારો પણ થયો હતો પણ આજે આંઠ આંઠ માસ વીત્યા હોવા છતાં અમરેલી જિલાના ખેડૂતોને રાજ્ય સરકારે જાહેર કરેલી ૭૯૯ લાખ એટલે ૮ કરોડ ની રકમ અમરેલી જીલ્લાના ખેડૂતોને ન મળતા ગુજકોમાસોલ ના ડીરેક્ટર અને સહકારી અગ્રણી દીપક માલાણી એ રાજ્યના કૃષિમંત્રીને પત્ર પાઠવીને ખેડૂતોની સહાય ચુકવવા માંગણી દોહરાવી છે.ગત વર્ષે ખેડૂતોને યોગ્ય ભાવ ડુંગળી પર ન મળતા ખેડૂતો નિરાધાર ન બને તેમાટે સરકારે પ્રતિકિલો ૫૦ કિલો પર ૫૦ રૂપિયા જાહેર કરીને ખેડતો માટે સહાય જાહેર કરી દીધી પણ આ ૮ માસમાં ભાવનગર જીલ્લાના ખેડૂતોને રાજ્યની સહાય મળી ગઈ હોવાનું જાણવા મળે છે પણ અમરેલી જીલ્લા પ્રત્યે સરકરે નિમેલ એજન્સી દ્વારા ફોર્મ ભરાયા ના ૮ માસ બાદ પણ સરકારી સહાય ન મળતા ગુજકોમાસોલ ના ડીરેકટરે સરકારનું ધ્યાન દોરીને સરકાર ને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ બનવા રજૂઆત કૃષિમંત્રી ને કરી હતી.સરકારે ખેડૂતોને ડુંગળી માટે સહાય નક્કી કરવા ખેતબજાર ગ્રામ વિકાસ અર્થ તંત્રના નેજા નીચે મહુવા એ.પી.એમ.સી. ખાતે ફોર્મ, આધાર પુરાવાઓ નક્કી કરીને સંબધિત અધિકારીઓની ઉણપ ને કારણે છેલા આંઠ આંઠ માસથી ડુંગળી માટે સહાય મેળવવા અમરેલી જીલ્લાના ખેડૂતો હેરાન પરેશાન છે ત્યારે ગુજકોમાસોલ ના પ્રતિનિધીએ કૃશીમાંન્ત્રીને ખેડૂતોની વ્હારે આવવા વિનંતી કરતો પત્ર પાઠવ્યો છે તો સરકાર ખેડૂતોની સહાય ક્યારે ચૂકવે તે જોવું રહ્યું.